આવતા દિવસોમાં ગુજરાત ‘ઉડતા પંજાબ’ જેવું રાજય બને તેવી ભીતિ
ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા દરિયાઈ અને હવાઈ માર્ગે ઘુસાડે છે હેરોઈન સહિતના જીવલેણ કેફી પદાર્થો
ગુજરાત રાજય હાલ ડ્રગ્સ માફિયાઓ માટે સુવર્ણ ભૂમી બની રહ્યું છે. અનેકવિધ ડ્રગ્સ માફિયાઓ પોતાના ડ્રગ્સને ભારત દેશમાં ઘુસેડવા માટેના તમામ હિન પ્રયત્નો ચાલુ કરી દીધા છે ત્યારે કહી શકાય કે ગુજરાત આ તમામ માટે એક ઉત્તમ સ્થાન અને મહત્વનું સ્થળ બની ગયું હોય તેવી પણ સ્થિતિનું નિર્માણ થયું છે.
હાલ જે રીતે ૫૦૦ કિલોનો હેરોઈનનો જથ્થો જે એટીએસ અને ગુજરાત કોસ્ટગાર્ડે પકડયો તે પણ ખુબ જ મોટી સફળતા મનાય છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસને બાતમી મળી હતી કે ગુજરાતમાં ૫૦૦ કિલોથી વધુ હેરોઈનનો જથ્થો ગુજરાતમાં પ્રવેશવા માટેની તમામ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે જે દેશના અન્ય સ્થળો ઉપર પહોંચાડવામાં આવશે. વાત કરવામાં આવે તો હાલ ગુજરાત ‘ઉડતા પંજાબ’ જેવું રાજય બનતું હોય તેવું પણ લાગી રહ્યું છે.
કારણકે નાક નીચે આ પ્રકારની ગતિવિધિઓ અને કાર્યવાહી થતી હોવાની જાણ પોલીસને હોવા છતાં તેમના દ્વારા એકપણ પ્રકારની કાર્યવાહી અને એકપણ પ્રકારનો ગુનો નોંધવામાં આવતો નથી જે ખુબ જ દયનીય બાબત કહી શકાય ત્યારે હાલ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતને ડ્રગ્સનું એપી સેન્ટર બનાવી સમગ્ર ભારતમાં જયારે ડ્રગ્સને વેચાણ અર્થે ગુજરાત મારફતે ઘુસેડવામાં આવે છે ત્યારે પોલીસ અધિકારીઓ અને અન્યોની મીઠી નજર તળે ડ્રગ્સનું વેચાણ થતું પણ જોવા મળે છે.
કહેવામાં આવે છે કે, ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત સ્વર્ગ સમાન રાજય છે. જયાંથી તેઓ પોતાના ડ્રગ્સના ખુબ જ મોટા કંસાઈમેન્ટ ડ્રગ્સના અન્ય દેશોમાંથી ભારતમાં લાવવા માટે ગુજરાત રાજયના દરિયા વિસ્તારનો મહત્વપૂર્ણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે નારકોટીસ્ક ડિપાર્ટમેન્ટને સમગ્ર માહિતી હોવા છતાં પણ ગુનો કેમ નથી નોંધાવતા તે પણ એક મુખ્ય પ્રશ્ન ઉદભવિત થઈ રહ્યો છે. હાલ ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન તરફથી આવતા ૧૪૫૦ ગ્રામ કોકીંગની ટેબલેટો જપ્ત કરવામાં આવી હતી ત્યારે ડ્રગ માફિયાઓ ગુજરાતમાં ડ્રગ્સની હેરફેર કરવા માટે ગુજરાતનો દરીયાઈ કિનારો અને હવાઈ માર્ગ સૌથી વધુ પસંદ કરતા હોય છે.
ગુજરાત એટીએસના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જયારે તેઓએ ૯ ઈરાનીયન લોકોની ધરપકડ કરી ત્યારે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૦૦ કિલો જેટલો હેરોઈનનો જથ્થો તેઓ એક અગિયાત જગ્યા પર રાખવાના હતા જયાંથી તે તેણે જામનગર સુધી પહોંચાડવાના હતા. ૧૦૦ કિલો જેટલો હેરોઈન જથ્થો પાકિસ્તાનનો હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે જામનગરમાં બે વ્યકિતઓ દ્વારા આ સમગ્ર કંસાઈમેન્ટને સ્વિકારવામાં આવાનું હતું જે સમગ્ર ભારતમાં તેનો પ્રસાર કરવાના હતા. ત્યારે વિશેષરૂપે એટીએસના વરિષ્ઠ અધિકારી દ્વારા એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે જે રૂપિયો આવા કેફી પદાર્થોના વેચાણ માટે જે રૂપિયા મળી રહ્યા છે તે આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેનો ઉપયોગ કરાતો હોય છે જે ખુબ જ ગંભીર મુદ્દો બની રહ્યો છે.