ગુજરાતનાં શહેરો મોટી જન સંખ્યા ધરાવે છે. ઉપરાંત સમગ્ર ગુજરાતનો ૮૫% હિસ્સો નર્મદાનાં પાણી પર આધારિત છે. વાસ્તવની પરિસ્થિતી જોતાં નર્મદાનાં વોટર લેવલમાં વધુ ઘટાડો આવ્યો છે. ત્યારે વધતી જતી ગરમીના દિવસોમાં નર્મદા ક્યાં સુધી ગુજરાતને પાણી પહોચાડશે? વર્ષ 2007-08 માં 30.84 મિલિયન એકર ફુટ (એમએએફ) થી 2017 માં માત્ર 14.8 એમએએફ બન્યો હતો.
શહેરી પાણી વ્યવસ્થાપન અંગેના મોટાભાગનાં અભ્યાસોમાંથી એક – પાણી સંશાધનોની કામગીરી આકારણીની વ્યવસ્થા (પીએએસ) – કેપ્ટ યુનિવર્સિટી અને અર્બન મૅનેજમેન્ટ સેન્ટર (UMC) દ્વારા હાથ ધરવામાં આવેલા આઠ વર્ષમાં ફેલાયેલું. એ ઉપરથી સાબિત થાય કે, રાજ્યનાં શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા ખૂબ જ ઊંચી છે.
જયારે શહેરી ગુજરાતમાં પાણી પુરવઠા કનેક્શન 2008-09 થી 77 ટકા સુધી વધીને 83 ટકા થઈ ગયું હતું. આટલી મોટી શહેરી વસ્તીનાં માણસોને ઘર દીઠ પાણીનાં પ્રશ્નનો હલ એક મોટી સમસ્યા સાબિત થાય એવું છે. સમય જતાં જોઈએ નર્મદાનું પાણી ક્યાં સુધી ગુજરાતને લીલું રાખશે!!!