ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે નેચરલ ગેસનો હિસ્સો ૨૬%, જે વૈશ્વિક સરેરાશ ૨૨%થી પણ વધુ
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો સુધી એલપીજી કનેકશન પહોંચાડવા વિવિધ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત પાઈપલાઈન મારફતે શહેરોમાં ૧૦૦% ગેસ કનેકશનો આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજય બન્યું હતું. સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (સીજીડી) નેટવર્ક અંતર્ગત પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે રાજ્યનાં આઠ જીયોગ્રાફીકલ એરિયામાં નેચરલ ગેસ પહોંચાડવાનું કામ સફળ રીતે પાર પાડ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રયત્નોથી ગેસ-આધારિત અર્થતંત્રનાં નિર્માણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. ગુજરાતમાં સીએનજી સ્ટેશન અને સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સુવિધાને કારણે પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે અને ગ્રીન – ક્લીન ઉર્જા ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં તમામ જિલ્લાઓને સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અંતર્ગતથી આવરી લેવાનું સંકલ્પથી શહેરી વિસ્તારોમાં ૧૦૦% રાંધણગેસ જોડાણો પહોંચાડવામાં દેશમાં ગુજરાતે પ્રથમ નંબર મેળવ્યો હતો ત્યારબાદ હવે ગેસ-આધારિત અર્થતંત્રનાં નિર્માણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે નેચરલ ગેસનો હિસ્સો ૨૬%, જે વૈશ્વિક સરેરાશ ૨૨%થી પણ વધુ છે. દેશભરમાં ઉપયોગમાં લેવાતી એનર્જીમાં નેચરલ ગેસનો હિસ્સો ૬ ટકા છે, દુનિયાભરમાં નેચરલ ગેસનો હિસ્સો ૨૨ ટકા છે જ્યારે ગુજરાતમાં ઉપયોગમાં લેવાતી એનર્જીમાં નેચરલ ગેસનો હિસ્સો ૨૬ ટકા છે. ૧૮ લાખથી વધુ કનેકશનની સાથે દેશભરમાં ગુજરાત સૌથી વધુ પીએનજી કનેકશન ધરાવતું રાજય બની ગયું છે.
ઈન્ડસ્ટ્રીયલ ૫ હજાર જેટલા અને કોમર્સિયલ ૧૮ હજાર જેટલા પીએનજી કનેકશન મામલે પણ ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ સ્થાને છે.