આગામી સમયમાં લોજિસ્ટિક ખર ઘટાડવા માટે રોડ મેપ તૈયાર કરવામાં આવશે
કોઈપણ દેશના વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે તે દેશની અર્થવ્યવસ્થા સુચારુ રૂપથી ચાલતી હોય પરંતુ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પરિવહન સૌથી મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતનું લોજિસ્ટિક ખુબ જ નબળુ પુરવાર થયું છે અને લોજિસ્ટિક માં જે ખરેખર ઉદભવી થાય છે તે જીડીપીના ૧૪ ટકા જેટલો નોંધાયો છે ત્યારે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા એવા સતત સામે આવી છે કે આગામી સમય માટે લક્ષ્ય નિર્ધારિત કરી વધુને વધુ લોજિસ્ટિક પોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવશે. આ તકે લીડસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા રાજ્યોના પ્રદર્શનને ધ્યાને લઇ લોજિસ્ટિક ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે ત્યાર બાદ હરિયાણા અને પંજાબ નો નંબર આવે છે.
એક તરફ આ એક આનંદની વાત છે કે દેશમાં લોજિસ્ટિક સુચારુ રૂપથી વિકસિત થઇ રહ્યું છે પરંતુ પોલીસ અને આરટીઓ ની જે નિયંત્રણ રેખા છે તે અત્યંત વિકટ થતાં લોજિસ્ટિક ના ખર્ચમાં સતત વધારો જોવા મળે છે સ્થાનિક મુદ્દે જો વાત કરવામાં આવે તો કોઈ પણ એવી લોડેડ ટ્રક જ્યારે ઓવરલોડ થયેલા હોય તે સમયે પણ આરટીઓ અને પોલીસ દ્વારા તેનો હપ્તો વસૂલી અથવા તો તેની ટોકન સિસ્ટમ અને અમલી બનાવી અન્ય રાજ્ય કે અન્ય સ્થળ ઉપર જવા માટે પરવાનગી આપતા હોય છે જે ખરા અર્થમાં ખોટું છે જો સતત ઓવરલોડેડ ટ્રક રોડ ઉપર ચાલતા રહે તો તેની નુકશાની જે તે રોડને થતી હોય છે.
હાલના સમયે માત્ર ઓવરલોડિંગના પ્રશ્ન નહીં. પણ સામે આરટીઓના પણ વિવિધ પ્રકારના જે ટેક્સ લગાડવામાં આવે છે તેનાથી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક વ્યવસાયને ઘણી નુકશાની વેઠવી પડે છે ત્યારે આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઊભી થશે અને ગુજરાત જેમ વર્લ્ડ નંબરે આવ્યું છે અને તેમાં પણ જો આ પ્રકારના કન્સેસન અને આરટીઓ પોલીસ દ્વારા થોડી રાહત મળી રહે વધુ ને વધુ લોજિસ્ટિક ક્ષેત્રે ગુજરાત વિકસિત થઇ શકે છે સામે ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો હોવાના કારણે ગુજરાતને પૂરતો લાભ મળી રહેશે.
આંતર રાજ્ય પરિવહન પણ મોટા કોમર્શિયલ વાહનો અને વારંવાર જે રોકવામાં આવે છે તે સ્થિતિ પણ જો હરાજી કરવામાં આવે તો ભારતને તેનો ઘણો ફાયદો મળી શકશે. જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ગુજરાત બાદ હરિયાણા અને પંજાબ નો નંબર આવે છે ત્યારે આવનારા સમયમાં અન્ય રાજ્યો પણ લોજિસ્ટિક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ જાળવી રાખે અને આ ક્ષેત્રમાં સારી એવી કામગીરી કરે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.