સમગ્ર રાજ્યના ટોચના ઉદ્યોગકારો રહેશે ઉપસ્થિત, અબતક બન્યું મીડિયા પાર્ટનર
દેશની અર્થ વ્યવસ્થાને ઝડપભેર વિકસિત અને મજબૂત બનાવવા માટે કાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને એ વાત ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે દેશના ઉદ્યોગો કઈ રીતે વિકસિત બને. ત્યારે દેશની અર્થવ્યવસ્થા અને અર્થતંત્રમાં નાના ઉદ્યોગકારો અને ઉત્પાદન યુનિટોનું મહત્વ પણ બનેલું છે ત્યારે નાના ઉદ્યોગો એટલે કે એસએમઇ અને ઉત્પાદકોને બેઠા કરવા માટે આવતીકાલે અમદાવાદ ખાતે એક વિશેષ ઇવેન્ટ નું આયોજન થવા જઈ રહ્યું છે.
અમદાવાદ ખાતે આવતીકાલે યોજાનારા ગુજરાત ઇન્ડસ્ટ્રી અને એસએમઇ’ સમીટમાં ગુજરાત ભરના ઉદ્યોગકારો જોડાશે અને આ ક્ષેત્રનો વિકાસ કઈ રીતે કરી શકાય તે દિશામાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. આ સમગ્ર ઇવેન્ટમાં મીડિયા પાર્ટનર તરીકે અબતક મીડિયા હાઉસ પણ જોડાયું છે. નહીં આ ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓની પણ અમલવારી કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે જે રીતે આ ક્ષેત્રમાં જોડાયેલા ઉદ્યોગકારોને સરકારી યોજનાના લાભ મળવા જોઈએ તે હજુ સુધી મળી શક્યા નથી અને તેમનો જે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી. નાના ઉદ્યોગો માટે હાલ સૌથી મોટી તક એ છે કે જે રીતે નિકાસ થવો જોઈએ તેમાં આ ઉદ્યોગનો સિંહ ફાળો હોય છે પરંતુ હજુ પણ યોગ્ય રીતે તેની અમલવારી થઈ શકી નથી. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે યોજાશે અને મુખ્ય ઉદઘાટક તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે યોજાનારી આ સમિટ ઉદ્યોગકારો માટે ખુબજ ઉપયોગી નીવડશે.