ઉદ્યોગક્ષેત્રની દરેક સમસ્યાઓનું સોલ્યુશન: સૌરાષ્ટ્રભરના વિઘાર્થીઓ ઉમટયા
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ હેકાથોન ૨૦૧૯ સ્પર્ધાનું આયોજન મારવાડી યુનિવર્સિટી માં કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડસ્ટ્રીના પોબ્લેમ ને લઇને વિઘાર્થીઓ દ્વારા તેનું સોલ્યુશન કરવામાં આવ્યું, હતું આ ઇવેન્ટમાં ૧૧૧ ટીમ, ૬૧૦ સ્ટુડન્ટ ૭૮ મેન્ટર, ૫૮ જયુરી, ૧૦૩ સ્ટુડન્ટ વેલેન્ટીયર અને રર સ્ટાફ સહીલ ૯૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં દરેક પ્રકારના અલગ અલગ ઉઘોગોના પ્રોબ્લેમનું સોલ્યુશન વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
૩૬ કલાકની આ નોન સ્ટોપ ઇવેન્ટમાં વિઘાર્થીઓ એ સતત કાર્યરત રહ્યા હતા આ દરેક પ્રોજેકટના વીડીયો બનાવીને ગર્વરમેન્ટ ઓફ ગુજરાતને આપવામાં આવશે જે દરેક ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપવામાં આવશે આ ઇવેન્ટમાં એજયુકેશનજ પ્રોબ્લેમ, ઇરીગેશન પ્રોબ્લેમ, સીરામીક પ્રોબ્લેમ જેવા અનેક પ્રોબ્લેમોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં ગુજરાતભરના સૌરાષ્ટ્ર, બરોડા, ભરુચ, ગાંધીનગર , સુરત અને રાજકોટ દરેક શહેરોમાંથી વિઘાર્થીઓએ પોતાના પ્રોજેકટ લઇને આ હેકોથોનમાં ભાગ લીધો હતો.
ટેમ્પેરેચર ક્ધટ્રોલ પ્રોજેકટ બનાવાયું: કાર્તિક જોષી ટીમ
હું જોષી કાર્તિક મારવાડી કોલેજમાં અભ્યાસ કરુ છું અને હેકેથોન ઈવેન્ટમાં બે દિવસથી કાર્યરત છીએ. મારા પ્રોજેકટનું નામ ટેમ્પરેચર કંટ્રોલ ઓફ વોલ્કેજ રેગ્યુલેટર છે. સોલાર વોટર હીટરમાં ગરમ પાણી આવતું હોય છે જેને કંટ્રોલ કરવા માટે ટેમ્પેરેચર પ્રમાણે પાણી લેવા માટે અમે એક ઠંડા પાણીનો ટેન્ટ રાખેલો છે. તેમજ અમે એક વાલ્મીકીનેઝમ રાખેલી છે જેમાં ઓટોમેટીકલી જેટલી ટેમ્પરેચર સેટ કરો એટલે ગરમ પાણી સાથે ઠંડુ પાણી મીકસ થઈને આવશે અમે છેલ્લા એક અઠવાડીયાથી આઠ સ્ટુડન્ટ આ પ્રોજેકટ પર કાર્ય કરીએ છીએ.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી: જય તેરૈયા
પ્રોફેસર જય તેરૈયાએ કહ્યું હતું કે, હું મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર અને આઈ.ટી.ડિપાર્ટમેન્ટ સંભાળુ છું. મારવાડી યુનિવર્સિટી ખાતે આજે હેકેથોન-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી, સૌરાષ્ટ્રમાંથી, અમદાવાદ, બરોડા, વિદ્યાનગરથી અલગ-અલગ ૪૦ કોલેજની ટીમે ભાગ લીધેલો છે. આ ઈન્ડસ્ટ્રીયલ હેકેથોનનો મુખ્ય હેતુ ઈન્ડસ્ટ્રી દ્વારા જે રિયલ ટાઈમ પ્રોબ્લેમનો સામનો કરવામાં આવે છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન આ ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ૩૬ કલાક સતત મહેનત કરી અને કોર્ડીંગ કરીને એનું સોલ્યુશન ગોતવામાં આવે છે. જેની અંદર ૭૦થી વધુ જયુરીની ટીમ છે .
એ દરેક પ્રોબ્લેમના સોલ્યુશનને ઈવેલ્યુએટ કરે છે અમે એવી આશા રાખી છીએ કે આ ૩૬ કલાકની વિદ્યાર્થીઓની મહેનતના પછી જે ઈન્ડસ્ટ્રી પ્રોબ્લેમ સામનો કરે છે. એના સારામાં સારા ટેકનિકલ સોલ્યુશન ગોતી શકીશું. આ ઈવેન્ટમાં ૨૭ જેટલા ઈન્ડસ્ટ્રીસના પ્રોબ્લેમ છે જેની વિદ્યાર્થીઓ દ્વારા સોલ્વ કરીએ છીએ. ખાસ કરીને રાજકોટ રીઝીયનને લગતા અલગ-અલગ સિરામિક ઈન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમ, એજયુકેશન સિસ્ટમના પ્રોબ્લેમ, અલગ-અલગ મીકેનીકલ ઈન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
ઈનોવેશન અને ઈન્સપીરેશન એટલે હેકેથોન: કિરનકુમાર પરમાર
મારું નામ કિરનકુમાર પરમાર છે. હું મારવાડી યુનિવર્સિટીમાં સિનીયર મેનેજર તરીકે ફરજ બજાવુ છું. અત્યારે મારવાડીમાં રિઝનેલ હેકેથોન-૨૦૧૯ ચાલી રહી છે જેનો મુખ્ય ઉદેશ ઈન્ડસ્ટ્રીના પ્રોબ્લેમનું સોલ્યુશન આવવાનો છે. હું એજયુકેશન ડિપાર્ટમેન્ટ ગર્વમેન્ટ ઓફ ગુજરાતનો ખુબ ખુબ આભારી છું. આ બીજા વર્ષે રિઝનેલનો રાઉન્ડ પોસ્ટ કરવાની તક આપી છે.
અત્યારે આજની તારીખે અમારી પાસે ૧૧૧ ટીમ, ૬૧૦ સ્ટુડન્ટ, ૭૮ મેન્ટર, ૫૮ જયુરી, ૧૦૩ સ્ટુડન્ટ વોલેન્ટીયર, ૨૨ સ્ટાફ એમ કરીને કુલ ૯૦૦ લોકોએ ભાગ લીધો છે. ૩૬ કલાકની આ નોનસ્ટોપ ઈવેન્ટ છે જેની અંદર વિદ્યાર્થીઓએ એના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવા માટે કોર્ડીંગ કરતા હોય છે. એજયુકેશન ડિપાર્ટમેન્ટ ગર્વમેન્ટ ઓફ ગુજરાતની આ એક નવી પહેલ છે.
જેમાં એ દરેક કોલેજના સ્ટુડન્ટને કે જે એન્જીનીયરીંગના હોય બી.કોમના હોય કે બીસીએના હોય ગમે તે સ્ટુડન્ટને એનું સોલ્યુશન આપવાની તક પુરી પાડે છે. ઈનોવેશન માટે આ પહેલ કરી છે. એના માટે હું ગુજરાત સરકાર અને એજયુકેશન ડિપાર્ટમેન્ટના દરેક પ્રતિનિધિનો ખુબ આભારી છું. મારવાડી યુનિવર્સિટી સતત બીજા વર્ષે રિઝનલ રાઉન્ડ હેકેથોન આયોજન કરી રહી છે. સ્ટુડન્ટ અત્યારે કોર્ડીંગ કરી રહ્યા છે.
પોતાના કોર્ડીંગ ગર્વમેન્ટ ઓફ ગુજરાતને સબમીટ કરશે. જેનો ઉપયોગ ગર્વમેન્ટ ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીને સોંપી શકે છે અને એનું સોલ્યુશન આપી શકે છે એ લોકો બધા જ પોતાના બે-બે મિનિટના વિડીયો બનાવશે અને ઈન્ડસ્ટ્રીને સોંપશે. અત્યારે સ્ટુડન્ટને લર્નીંગ સાથે સાથે ઈન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરી રહી છે એ પણ ખબર પડી રહી છે. આ ઈવેન્ટમાં મારવાડી કોલેજના કુલ ૯ ટીમ ભાગ લીધેલ હતો.
ઓટોમેટીક ઈરીગેશન સિસ્ટમ ખેડુતોની સમસ્યાનું નિરાકરણ: નિતુશ્રી પાઢી
મારું નામ પાઢી નીતુશ્રી છે. હું ગર્વમેન્ટ ટેકનીકલ સુરતમાં ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટમાં અભયાસ કરુ છું. મારી ટીમમાં બધી જ ગર્લ્સ છે. મારા પ્રોજેકટનું નામ ઓથોમેટીક ઈરીગેશન સિસ્ટમ છે. ભારતમાં ખેડુતોને ઘણી સમસ્યાઓ થતી હોય છે. તેઓ મહેનત કરે છે પરંતુ એની મહેનત પ્રમાણે એટલી સફળતા મળતી નથી. એટલે માટે અમે લોકોને એની મુખ્ય પાવરને બચાવવા માટે ઓટોમેટીક ઈરીગેશન સિસ્ટમ બનાવી છે.
જેમાં સેન્સર હશે. હમુરીટી સેન્સર અને ટેમ્પરેચર સેન્સર, સોઈટ વોલ્સર સેન્સ કરીને નોડ એમ સી યુથી એક વેબ પેજમાં સેન્ડ કરશે અને વેબ પેઝમાં ૧૦૦ મીટર સુધીની લીમીટેશન હશે. એ વેબપેજ આયોટીક સ્કાઉન્ડમાં ફોરવર્ડ કરશે જેને થીકસ પીઠ કહેવાય તો પીકસ પીઠથી અમે એક મોબાઈલ એપ બનાવી છે. જેથી ઓઈલમાં ટેમ્પરેચર કેટલું છે એ મોનીટર કરી શકીએ.
એમાં પંપને ચાલુ બંધ કેવી રીતે કરવું એમાં ઓટોમેટેકલી ચાલુ બંધ થઈ શકશે. જેમાં ટાંકામાંથી આપણે પાણી લઈએ છીએ તો ટાંકામાં પાણી હશે જ નહીં અને મોટર ચાલુ જ રહેશે તો વિજળી પણ બળશે. જેનું સ્ટેશન પણ એપમાં રાખ્યું છે. આમાં ખેડુતોનો મેઈન પાવર બચશે અને ગમે ત્યારે તે એપ દ્વારા કાર્ય કરી શકશે.