ગુજરાતમાં પાણીજન્ય રોગથી કોલેરા,ઝાડા-ઉલ્ટી અને વાયરલ બીમારીઓ સૌથી વધુ
તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે પાણીજન્ય રોગચાળા મામલે દેશના સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા રાજ્યના લિસ્ટમાં ગુજરાત ટોપ 10માં આવે છે. ગુજરાતની હાલત બિહાર અને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ કરતા પણ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં પાણીજન્ય રોગથી કોલેરા, ઝાડા-ઉલ્ટી અને વાયરલ બીમારીઓ સૌથી વધારે છે. ગુજરાત ભલે વેપાર અને વિકાસની દ્રષ્ટિએ દેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ આરોગ્ય મામલે એટલી જ સ્થિતિ ગંભીર છે.