ભીડભાડવાળી જગ્યાઓ, ધાર્મિક સ્થળો અને દરિયા કિનારા પર ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત
ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા લશ્કરે તોઈબાના આતંકીઓ દેશના મહાનગરોમાં ઘૂસ્યા હોવાની શકયતાના આધારે દિલ્હી, મુંબઈ અથવા પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર એલર્ટ જાહેર કરાયા હતા. જેના પગલે ગુજરાતનાં મંદિરો, જાહેરસ્થળો અને દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી હતી.
એજન્સીઓ પાસેથી મળેલી બાતમી મુજબ આ આતંકીઓ ૨૦ કે ૨૧ની સંખ્યામાં ભારત પાકિસ્તાન સરહદેથી ઘૂસ્યા છે. તેમજ તેઓ નાની નાની ટુકડીઓમાં વહેંચાઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આતંકીઓને પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા તાલીમ મળી હોવાનું સુત્રો એ જણાવ્યું હતુ. આ બાતમીના આધારે પોલીસ પેટ્રોલીંગ વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી આ આતંકી હુમલાની દહેશતના પગલે મહાનગરોનાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને હોટલ્સમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ભીડભાડ વાળા સ્થળો અને ધાર્મિક સ્થળો ઉપરાંત, દિલ્હીના સ્ટેડીયમની સુરક્ષા વધારવામાં આવી હતી આ આતંકી હુમલાની ચર્ચા મીડીયામાં ચોમેર ફેલાઈ જવા પામી હતી.
ઈન્ટેલિજન્સ અધિકારીઓને આતંકી ઘૂસ્યા હોવાની દહેશત મુજબ ભીડભાડ વાળા વિસ્તારમાં મીડીયમ ઈન્ડસ્ટ્રી બ્લાસ્ટ સ્યુસાઈડ બોમ્બર દ્વારા કરવામાં આવે તેમ છે. તેમજ આ બાતમીના પગલે ચોકકસ પ્રકારનાં ચેકીંગ અને સુરક્ષાનો બંદોબસ્ત ટાઈટ કરાયો હતો. આ અગાઉ લંડનમાં હુમલા અગાઉ પણ પાકિસ્તાન બેઝ ટેરરીસ્ટ ગ્રુપ દ્વારા હુમલાની ચેતવણી આપવામાં આવી હતી તેમજ ભારતમાં એટેકનો આતંકી પ્લાન નિષ્ફળ થયો હતો.