રાજ્યના ગૃહ વિભાગે 5 આઇ.પી.એસ., એક એસ.પી.એસ. અને 15 જેટલા ડી.વાય.એસ.પી.ની બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદના ઝોન-7ના ડી.સી.પી. આર.જે.પારગીની પશ્ચિમ રેલ્વેમાં બદલી કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ રેલ્વેના કે એન. ડામોરને અમદાવાદના ઝોન-7નો ચાર્જ આપવામાં આવ્યો છે.

તેમજ બીપીન આહીરેની બદલી સુરત ઝોન-3 ડિસીપીથી ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં અને વિધિ ચૌધરીની બદલી સુરત હેડક્વાર્ટરથી સુરત ઝોન-3, ડીસીપી, એસ. વી. પરમારની બોટાદ એસ.પી.થી બદલી કરીને સુરત હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. તો બીજી તરફ હર્ષદ મહેતાની બદલી બોટાદ એસ.પી. તરીકે કરવામાં આવી છે.

આ બધાની સાથે 15 ડીવાયએસપીની પણ બદલી કરવામાં આવી છે. આ બદલી અંતર્ગત સરકારના અને કેટલાક આઇપીએસ અધિકારીઓના ખાસ ગણાતા ડી.વાય.એસ.પી.ને અમદાવાદમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાં ક્રાઈમબ્રાંચમાં પહેલા ફરજ બજાવી ચૂકેલા અને વિવાદમાં રહેલા જે.એમ. યાદવને છોટાઉદેપુરથી ફરી અમદાવાદમાં લાવીને કે. ડીવીઝન એ.સી.પી. તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

તેની સાથે સાથે અમદાવાદ પીસીબીમાં લાંબો સમય એ.સી.પી. તરીકેનો ચાર્જ સંભાળનાર એમ.કે.રાણાને એસ.સી. એસ.ટી.સેલ અમરેલીથી ફરી પાછા અમદાવાદ લાવીને એચ.ડીવીઝનનો ચાર્જ આપવામાં આવ્યો છે. આમ બદલી થયાના થોડા સમયમાં તેઓ પરત અમદાવાદ આવતા બદલીઓ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.