બોર્ડે અન્ય ધર્મોના તિર્થસ્થાનોને પવિત્ર યાત્રાધામની યાદીમાં ન સમાવીને ગ્રાન્ટ ન ફાળવતા તે સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીમાં દાદ મંગાય છે
ગુજરાતી પ્રજા દાયકાઓથી વેપાર ધંધા વિશ્વભરમાં અગ્રેસર હોય થયેલા સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ, જૈન, બૌધ્ધ, ખિસ્તી, પારસી, શીખ, સહિતના સર્વધર્મના લોકો વસે છે.
રાજયમાં દાયકાઓથી આ સર્વધર્મની સંસ્કૃત્તિઓ અને ધાર્મિક સ્થાનો વિકાસ પામ્યા છે. આવા ઐતિહાસીક ધાર્મિક સ્થાનોનાં વિકાસ માટે રાજય સરકારે ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. પરંતુ આ બોર્ડે અત્યાર સુધીમાં માત્ર હિન્દુ ધર્મસ્થાનોનો વિકાસ કરવા ગ્રાન્ટ ફાળવી છે. જેથી બોર્ડના આવા ભેદભાવપૂર્ણ વલણ સામે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં યાત્રાધામોનાં વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટની વિગતો આપવા તાકિદ કરી છે.
ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાજય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રાજયના તમામ ધર્મોના ધર્મસ્થાનો માટે ખાસ અને પૂરતું ભંડોળ આપવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીથી દાદ માગનાર વાદી મુજાહિદનફીસે હાઈકોર્ટમાં કરેલી અરજીનાં પગલે હાઈકોર્ટે સરકાર પાસે ૧૪મી જૂન સુધીમાં રાજયના તમામ ધર્મક્ષેત્રોની યાદી મંગાવી છે ત્યારબાદ આ અંગેની સુનાવણીની વધુ બીજી તારીખ અપાશે આ અરજીમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકાર માત્ર હિન્દુ ધર્મસ્થળોનાં વિકાસ માટે જ નાણા આપે છે.
આ અરજી ગયા ઓકટોબર મહિનામાં પવિત્ર યાત્રાધામ વિકાસ ર્બો માત્ર હિન્દુ ધર્મના સ્થળોના વિકાસ માટે ગ્રાન્ટ વાપરવાના નિર્ણય સામે વંધો ઉઠાવ્યો હતો. માત્ર ૩૫૮ હિન્દુ ધાર્મિક સ્થળોને બાદ કરતા મુસ્લિમ, કિશ્ર્ચન, જૈન, શિખ, બૌધ્ધ અને પારસીના તીર્થસ્થળોને યાત્રાધામ વિકાસ બોર્ડના ભંડોળથી બાકાત રાખવામાં આવ્યા છે માત્ર એક જ ધર્મને પ્રોત્સહન અને અન્યને દુલક્ષતાએ બંધારણીય સિધ્ધાંતોની વિ‚ધ્ધ છે.
સરકારની સાંપ્રદાયીક નિતિથી અન્ય ધર્મના સ્થળોના વિકાસની આશા નથી આ અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે હિન્દુ ધર્મ સ્થળો વિકાસ નિયમભંગ અને બોર્ડના સિધ્ધાંતોથી પણ પર જઈને કરવામાં આવે છે. પર્યટકોના આવાસ નિવાસ અને ભોજન માટેની ગ્રાંટની રકમનો ઉપયોગ મંદિરના વહીવટ અને વિજળીના બીલ જેવા ખર્ચાઓમાં વાપરી લેવામાં આવે છે.
યાત્રાધામ વિકાસ બોર્ડની રચના થઈ હતી અને બે વર્ષ પછી અંબાજી, ડાકોર, ગિરનાર, પાલીતાણા, સોમનાથ, અને દ્વારકાને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.બે દાયકા પછી આ લિસ્ટમાં અત્યારે ૩૫૮થી વધુ મંદિરોનો સમાવેશ છે. અને અન્ય કોઈ ધર્મના સ્થળોનો સમાવેશ કરાયો નથી જેનાથી સરકારની બિન સાયપ્રદાયીક નીતિ સામે પણ સવાલ ઉઠ્યો છે.અરજદારે આરટીઆઈના માધ્યમથી આ વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.