- ડી એન રે, સંજીવ જયેન્દ્ર ઠાકર અને મૌલિક જીતેન્દ્ર શેલત બનશે વડી અદાલતના ન્યાયાધીશ
ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે 3 વરિષ્ઠ વકીલોના નામની ભલામણ કરી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજ માટે સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલતને નિમણૂંક માટે ભલામણ કરાઈ છે. જે નામોને અંતિમ મહોર કાયદા મંત્રાલય મારનાર છે.
સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ત્રણ એડવોકેટને જજ બનાવવા છે. સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક ગુજરાત હાઇકોર્ટમાં જજ બનનાવવા ભલામણ કરી છે.
દીપ્તેન્દ્ર રે (ડી એન રે)ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે અને સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેનના ભાઈ છે જયારે મૌલિક શેલત પણ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
4 ક્ધસલ્ટી-જજમાંથી ત્રણે હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ઉમેદવારની યોગ્યતા અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે અને એકે કોઈ અભિપ્રાય આપ્યો નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફાઇલમાં આપવામાં આવેલા ઇનપુટ્સ સૂચવે છે કે ઉમેદવાર સારી વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીનો આનંદ માણે છે અને તેની પ્રામાણિકતાના સંદર્ભમાં કંઇપણ પ્રતિકૂળ ધ્યાને આવ્યું નથી.
તમામ સંબંધિત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કોલેજિયમનું માનવું છે કે ઉમેદવાર હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે યોગ્ય છે.
- 58 જેટલાં જજમેન્ટમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ધારાશાસ્ત્રી ડી એન રે
- બનશે હાઇકોર્ટના જજ
- વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડી એન રેના નામે 58 જજમેન્ટ છે. જે 58 ચુકાદામા અનેક ઐતિહાસિક ચુકાદા છે. તેઓ દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પૈકી એક છે. જયારે સંજીવ ઠાકર બાર કાઉન્સિલમાં 31 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.