સુપ્રીમમાં સોલીસીટર જનરલ તરીકે પહોંચનારા એસ.પી.રાજુ ચોથા ગુજરાતી: ગુજરાત હાઈકોર્ટમાં ઈ-લાયબ્રેરી તથા વૈશ્વિક મહામારીનાં સમયમાં મોટુ ભંડોળ ઉભું કરી નાણાકીય સહાય તેમનાં દ્વારા કરવામાં આવી હતી
ગુજરાત હાઈકોર્ટનાં નામાંકિત ધારાશાસ્ત્રી સુર્યપ્રકાશ રાજુની સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલીસીટર જનરલ તરીકે નિમણુક આપવામાં આવી છે. આ પદ પર તેઓ પહોંચનારા ચોથા ગુજરાતી બન્યા છે. આ પૂર્વે કિરીટ રાવલ, હરીન રાવલ અને તુષાર મહેતા પહોંચ્યા હતા. ધારાશાસ્ત્રી સુર્યપ્રકાશ રાજુની કામગીરી અત્યંત સરાહનીય રહી છે જેને લઈ તેઓને આટલા મોટા પદ પર નિયુકત કરવામાં આવ્યા છે.
અમદાવાદ બાર એસોસીએશન સહિત અનેકવિધ એસોસીએશનને એસ.વી.રાજુ દ્વારા અનેકવિધ રીતે મદદ કરવામાં આવી છે જેમાં ઈ-લાયબ્રેરી, વર્તમાન મહામારીનાં સમયમાં મોટુ ભંડોળ ઉભું કરી નાણાકિય સહાય પણ આપવામાં આવી છે. હાલ આ પદ પર પહોંચવા બદલ અનેકવિધ બાર એસોસીએશનો દ્વારા તેઓને અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે.