તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સતિષચંદ્ર શર્માને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા
કેન્દ્ર સરકાર દ્વારા 5 હાઇકોર્ટ માટે ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ઉત્તરાખંડ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન તથા ગોહાટી નો સમાવેશ થાઈ છે. પ
રાજ્યોમાં ચીફ જસ્ટિસ તરીકે જજોની નિયુક્તિ થતા હવે જે ન્યાય પ્રક્રીયા છે તે ખૂબ જ ઝડપી બનશે. ગુજરાત હાઇકોર્ટના જજ રશ્મી છાયાને ગોહાટી ના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તેલંગાણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા સતિષચંદ્ર શર્માને પણ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા છે.
વિગતવાર માહિતી લેવામાં આવે તો દિલ્હી હાઇકોર્ટમાં જજ તરીકે સેવા આપતા વીપીન સંધીને ઉતરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જ્યારે તેલંગાણા હાઈકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા ઉજાલ ભુયાનને તેલંગાણાના જ ચીફ જસ્ટિસ તરીકે પદભાર સોંપાયો છે. એવીજ રીતે બોમ્બે હાઈકોર્ટના જજ અમઝાદ સૈયદને હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ અપાય છે તો બોમ્બે હાઈકોર્ટના અન્ય જજ સિંદે શમભાજી શિવાજીને રાજસ્થાનના ચીફ જસ્ટિસ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી જે કોર્ટના જજમેન્ટ મોડા આવતા હતા તેમાં હવે ઝડપ આવશે.