કોલેજીયમે ગુજરાત, કેરળ, ઓરિસ્સા, મણીપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે અને તેલંગણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશોની નિમણુંક કરી
અલ્હાબાદ હાઇકોર્ટના સિનિયર જજ સુનિતા અગ્રવાલની નિમણુંક: વર્તમાન ચીફ જસ્ટીસ આશિષ દેશાઇને કેરાલાના હાઇકોર્ટના જસ્ટીસ બનાવાયા
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. કોલજિયમની સલાહ પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ નિમણૂક કરી છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓ ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. ગુજરાત હાઇકોર્ટના વર્તમાન એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓરિસ્સા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા અને ગુજરાતની સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઈઉંઈં) ઉઢ ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ ઠરાવો પસાર કર્યા હતા,
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ જે દેસાઈની ભલામણ કરવામાં આવી છે. ઓરિસ્સા હાઈકોર્ટના ન્યાયાધીશ સુભાસીસ તાલપાત્રાની ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક માટે ભલામણ કરવામાં આવી છે.
મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલની ભલામણ કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ ધીરજસિંહ ઠાકુરને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.કર્ણાટક હાઈકોર્ટના જજ આલોક આરાધેને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.