ગુજરાત હાઈ કોર્ટમાં ચાર નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી. કાયદા મંત્રાલયે જારી કરેલી જાહેરનામા મુજબ ત્રણ એડવોકેટની જજ તરીકે નિયુક્તિ કરાઈ છે.

હાલ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સહિત ૩૧ જજો કાર્યરત છે ત્યારે આ ૪ જજોની નિમણૂક થતા કુલ આંકડો ૩૫ થશે.

કાયદા મંત્રાલયના નિયમ ઓરમાને ગુજરાત હાઇકોર્ટમાં જજોનું મહેકમ ૪૨ છે જેમાં હાજી પણ નવા ૭ જજોની નિમણૂક કરવાની આવશ્યકતા છે.

આ પહેલા પણ ૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ વકીલોને જજ તરીકે બઢતી આપવા ગુજરાત હાઈકોર્ટે કોલેજીયમને ભલામણ કરી હતી જે ખારીજ કરવામાં આવી હતી. ત્યારે આજે સુપ્રિમકોર્ટના જજોની નિમણૂક માટેના કોલેજીયમેં આ જજોની નિમણુંકને મંજૂરી આપતા ગુજરાત હાઇકોર્ટને નવા ચાર જજોની પ્રાપ્તિ થાય છે.

જેમાં ભાર્ગવ ધીરેનભાઈ કારિયા, મેઘનાબેન ભુપેન્દ્રભાઈ જાની અને  સંગીતાબેન કમલસિંઘ વિશેનની જજ તરીકે નિયુક્તિ કરી છે જયારે જ્યુડીશ્યલ ઓફિસર વિષ્ણુકુમાર પ્રભુદાસ પટેલ જજ તરીકે નિયુક્ત થયા છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બી.ડી. કારિયા, મેઘા જાની,સંગીતા વિશેન એમ ત્રણ વકીલ તેમજ વી.પી.પટેલ જ્યૂડિસરી અધિકારી એમ ચાર નામોની સુપ્રિમના કોલેજીયમને ભલામણ કરવામાંઆવી હતી ત્યારે સુપ્રિમના કોલેજીયામે આ માંગણીને ખારીજ કરી હતી.

હાલ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં પણ મહેકમ પ્રમાણેના જજોની નિમણૂક નથી કરવામાંઆવી જે જોતા આગામી સમયમાં બીજા લગભગ ૪૦ જેટલા જિલ્લા કોર્ટના જજો તેમજ ૫ જેટલા હાઇકોર્ટજજોની નિમણૂક સુપ્રીમ કોર્ટના કોલેજીયમ તેમજ ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા કરવામાંઆવે તે અત્યંત આવશ્યક છે.

ઝડપી ન્યાયિક પ્રક્રિયા માટે જજ એ સૌપ્રથમ અને અત્યંત આવશ્યક પાસું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં જજોની મહેકમ પ્રમાણેની સંખ્યા ન હોવાથી ગુજરાત રાજ્યમાં હાલ ૩ લાખ કરતા વધારે દીવાની તેમજ ૮૦ હજાર કરતા વધારે ફોજદારી કેસોનો ભરાવો થયો છે તે જજોની નિમણૂક બાદ ભારણ ઘટી શકે તેવુ કાયદાવિદોનું માનવું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.