રાજયમાં વીજળીની ઘટને પહોંચી વળવા માટે દરરોજ ૬૨૫ મેગાવોટની ખરીદી
ગુજરાતમાં વીજળીની ઘટ બાબતે ખુદ મુખ્યમંત્રી ‚પાણીએ ચિંતા વ્યકત કરી છે ત્યારે ખાનગી વીજળી ઉત્પાદકોએ રાજય સરકારને ઉર્જા પૂરી પાડવાનો ઈન્કાર કરતા વીજળીની તંગી ઉભી ઈ રહી છે. આ ઘટને પુરવા માટે ગુજરાતે રોજ ઉર્જા બજારમાંી પાવર ખરીદવો પડે છે. દરરોજ અંદાજિત ૧૫ મીલીયન યુનિટ અવા ૬૨૫ મેગાવોટ વીજળી કરીદી ગુજરાતની પ્રજાને પહોંચાડવામાં આવે છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.એ ૮મી મેી ૧૨મી મે સુધીમાં ૩૨૦૦ મેગાવોટ વીજણીની ખરીદી કરી હતી. ત્યારે મે મહિનાના પ્રમ અઠવાડિયામાં ૮૩ મિલીયન યુનિટ એટલે ૩૪૫૮ મેગાવોટ વીજળી ખરીદવામાં આવી હોવાનું સરકારી અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ લી.ને અદાણી પાવર લી., એસ્સાર પાવર ગુજરાત લી. અને ટાટા ગ્રુપના કોસ્ટલ ગુજરાત પાવર લી. દ્વારા લાંબાગાળાના કરારો પ્રમાણે વીજળી પૂરી પાડવામાં આવે છે પરંતુ આ જથ્ો પુરતો ન હોવાી સરકારને બજારમાંી વધુ ઉર્જા ખરીદવી પડે છે.
દરરોજની ગણતરી પ્રમાણે ૨૪ ી ૩૦ મિલીયન યુનિટની ઘટ વર્તાઈ રહી છે. જેી બજારમાંી ૧૫ મિલીયન યુનિટ ખરીદવામાં આવે છે જયારે બાકીના મિલીયન યુનિટ સરકારના પાવર પ્લાન્ટમાંી મેળવવામાં આવે છે.