રાજયમાં કૃષિ ક્ષેત્રે એક જ દિવસમાં વિક્રમજનક ૧૦ કરોડ યુનિટ વીજળી અપાઈ: દસ કલાક વીજ પૂરવઠો મળવાથી ખેડુતો ખુશખુશાલ
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક ૧૦ કરોડ યુનિટી વધુ વીજળી કૃષિક્ષેત્રે પૂરી પાડીને કૃષિ હિતલક્ષી સરકાર તરીકે વધુ એક સિદ્ધિ મેળવી છે.
ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો અને ખેતીના ઉત્કર્ષ માટે અનેકવિધ પગલાં ભર્યા છે જેમાં પુરતા વીજ વ્યવસપન અને આયોજનના કારણે ખેડૂતોને પૂરતી વીજળી પુરી પાડીને ગુજરાતે વિક્રમજનક સિદ્ધિ મેળવી છે.
આ સંદર્ભે ઊર્જા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ રાજ્યના ખેડૂતોને જ્યારે જ્યારે જરૂરિયાત જણાઈ છે ત્યારે જે તે વિસ્તાર અને પાકની જરૂરિયાત મુજબ સરકારે તાત્કાલિક નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વધારાનો વીજ પુરવઠો પુરો પાડ્યો છે. ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે દૈનિક ૬ થી ૭ કરોડ યુનિટ વીજળીનો વપરાશ રહેતો હોય છે.
પરંતુ આ વર્ષે ખેડૂતોને દસ કલાક વીજ પુરવઠો આપવાના સરકારના ખેડૂતલક્ષી નિર્ણયને લઈને આ વપરાશ ૧૦ કરોડ યુનિટને પાર કરી ગયો છે જે વિક્રમજનક ઐતિહાસિક સિદ્ધિ છે. ગુજરાત ભૌગોલિક રીતે અન્ય રાજ્યોની સરખામણીએ નાનું રાજ્ય છે છતાં ગુજરાતે કૃષિક્ષેત્રે સૌથી વધુ યુનિટ પુરા પાડ્યા છે.
અહીં મહત્વની વાત એ છે કે, તેલંગાણા રાજ્યમાં ૨૩ લાખ ખેડૂતોને ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવે છે છતાં દૈનિક ૭ કરોડ યુનિટ જ વીજળી વપરાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં અપૂરતો વરસાદ વાી ખેડૂતોના પ્રતિનિધિઓ, લોક પ્રતિનિધિઓ અને ખેડૂત સંગઠનો તરફી ખેડૂતોને આઠ કલાકને બદલે બે કલાક વધારીને દસ કલાક વીજ પુરવઠો આપવાની રજુઆતોને રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને ત્વરિત નિર્ણય કરીને ખેડૂતોને તા.૮/૮/૧૮થી કૃષિ ક્ષેત્રે સતત થ્રી ફેઝ દસ કલાક વીજ પુરવઠો આપવાનું શરૂ કરેલ છે. રાજ્ય સરકારના આ નિર્ણયના લીધે રાજ્યના ખેડૂતો તેમના પાકને પૂરતું પાણી આપી શકશે.