સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું પ્રેરક ઉદબોધન
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સ્નેહમિલન અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. જેમાં રાજકોટની નામાંકિત શાળાના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સી.એમ. વિજય ‚પાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભા સંબોધતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હું સરસ્વતીના ઉપાસકોની સાથે છું. હું કોઈને હરાવવા ચુંટણી નથી લડતો આ ચુનોતી છે. કોણ મુખ્યમંત્રી બને, કોની સરકાર બને, કોણ ધારાસભ્ય બને તે મહત્વનું નથી, આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે. ગુજરાત હંમેશા રોલ મોડલ બન્યું છે. ગુજરાત એ કદી જાતિવાદ અને વોટબેંકને અનુસર્યુ નથી. ૨૦૦૧ થી ૧૫ વર્ષ ભાજપ સતા પર છે. દેશમાં છેલ્લા ૩ વર્ષમાં જે ચૂંટણી યોજાય તેમાં કોંગ્રેસ હારી છે, ૩ કરોડ લોકોને લાકડાના ચુલામાંથી ગેસના ચુલા આપ્યા એ વિકાસ છે. ૮ હજાર કરોડ રૂપિયાના ખર્ચે રોડોનો વિકાસ કરાયો છે. કોમી એકતા સ્થાપિત થઈ છે. સરકારે ૭ નવી મેડિકલ કોલેજને મંજુરી આપી છે. ૭૬૧ ડ્રોપ આઉટ રેટ હતો. કોંગ્રેસના સમયમાં જે બીજેપીના વખતમાં ૧% રહ્યો છે. ગુજરાતએ ૮૩% રોજગારીનું નિર્માણ કર્યું છે. કોંગ્રેસ માટે વિકાસ મજાક છે અન બીજેપી માટે વિકાસ મિજાજ છે. ૩ યુવાનો જાણે કોંગ્રેસના તારણહાર હોય તેવું લાગી રહ્યું છે. ભુકંપ પછી પણ ગુજરાત અડીખમ ઉભુ છે. તેના માટે રાજકોટની જનતા વિચારી અને ગુજરાતની બાગડોર કોને આપે તે મહત્વનુ: છે. મને ભરોસો છે. રાજકોટની જનતા પર કે તે બધુ જ સમજી અને જાણીને મતદાન કરશે.