બે દાયકામાં ગુજરાતે શિક્ષણની નવતર પરિભાષા વિકસાવી છે: અગાઉ મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા લાખો રૂપીયા ખર્ચ વિદેશ જવું પડતુ હતુ આજે રાજયમાં ઉચ્ચ શિક્ષણની તમામ સુવિધાઓ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબ યોજના અંતર્ગત તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા અપાય છે આર્થિક સહાય: દરેક યુવાનને કૌશલ્ય મળી રહે તે માટે અમદાવાદમાં ‘કૌશલ્ય ધી સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના’
અબતક, રાજકોટ
કોઈપણ દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે એક શિક્ષિત સમાજ ખૂબ જ આવશ્યક છે અને એવા સમાજની રચના કરવા માટે છેવાડાના લોકો સુધી શિક્ષણના લાભ પહોંચે તે અત્યંત જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે દાયકા અગાઉ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી જ રાજયમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસાવી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષણ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી ર0 વર્ષ પહેલાં એક સમય એવો હતો કે ગુજરાતના યુવાનોએ ધોરણ 10 અને 1ર પછી મેડીકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ માટે લાખો રૂપિયા ખર્ચીને બહાર જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ નિભાવ્યુ ત્યારથી એમની નેમ હતી કે, દેશ અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે તે બધુ જ ગુજરાતમાં હોવું જોઈએ. ગુજરાતના યુવાનને મેડિકલ, ઈજનેરી, ટેકનિકલ નોલેજ, સોફ્ટ સ્કિલ જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વના યુવાનો સાથે કદમથી કદમ અને આંખમાં આંખ મેળવી વાત કરે તેવો સજ્જ બનાવવો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આજથી વર્ષો પહેલાં જ સમયની માંગ અનુસાર યુવાનોની પ્રતિભાને યોગ્ય નિખાર આપવા યુનિવર્સિટી એજ્યુકેશનમાં સ્પેશિયલાઇઝેશન, ઈનોવેશન-એક્સલન્સના મોડેલરૂપ વિવિધ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં જ્ઞાનશક્તિનો મજબૂત પાયો નાંખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પણ શિક્ષણને શ્રેષ્ઠ પ્રોત્સાહન આપી રહ્યા છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
રાજ્યના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો અસરકારક અમલ કર્યો છે. આ યોજનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે મળતી નાણાકીય સહાય તેઓને ઉચ્ચ શિક્ષણ માટેની ભાવિ કારકીર્દી ઘડવામાં મદદરૂપ થાય છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 3,ર0,000 થી વધુ વિધાર્થીઓને રૂ. 1319 કરોડથી વધુ રકમની સહાય આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણે હાંસલ કર્યા નવતર આયામો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્કીલ ઈન્ડિયા મિશનના ભાગરૂપે દેશભરમાં 40 કરોડથી વધુ યુવાનોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. દેશના આ મિશનને સાકાર કરવા રાજ્યના યુવાધનને કૌશલ્યબધ્ધ કરવા કૌશલ્ય સાથે શિક્ષણ અને દરેક યુવાનને કૌશલ્ય મળી રહે તે માટે અમદાવાદ ખાતે કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના. જે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઝિલ, વીલ અને સ્કીલની ભાવનાને ચરિતાર્થ કરે છે. ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસ પરીક્ષામાં મોટી સંખ્યામાં સફળ થાય તે માટે યુ.પી.એસ.સી. તાલીમ કેન્દ્ર સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં ર38 ઉમેદવારો યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળ થયા છે. સ્કીમ ઓફ ડેવલોપીંગ હાઈ ક્વોલીટી રીસર્ચ (SHODH) યોજના અંતર્ગત રાજ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રતિ રસ દાખવે તે હેતુથી કરવા 1600થી વધુ વિદ્યાર્થીઓને રૂ. 18 કરોડથી વધુના સ્ટાઇપેન્ડની સહાય આપવામાં આવી છે.
ટેકનિકલ શિક્ષણ
આજથી ર0 વર્ષ પહેલાં રાજ્યમાં એન્જિનિયરીંગની કોલેજોની સંખ્યા ર6 હતી તે વધીને 133, પોલિટેકનીક કોલેજોની સંખ્યા 31 હતી તે વધીને 144 અને પ્રોફેસનલ કોલેજોની સંખ્યા 31 થી વધીને 503 જેટલી થઈ છે. કારીગર તાલીમ યોજના (સી.ટી.એસ.) હેઠળ રાજ્યમાં ર88 સરકારી આઇ.ટી.આઇ.,11ર જી.આઇ.એ. અને 197 સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો મળી કુલ-597 આઇ.ટી.આઇ.માં ર,17,776 બેઠકો ઉપલબ્ધ. વ્યવસાયિક તાલીમ માટે કુલ 76 એન.સી.વી.ટી. (નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ) પેટર્નના તથા 49 જી.સી.વી.ટી. (ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ) પેટર્નના મળીને કુલ 1ર5 કોર્સ કાર્યરત છે.
મેડીકલ શિક્ષણ
આજથી બે દાયકા પહેલાં રાજ્યમાં માત્ર 1375 મેડીકલ સીટ હતી જે વધીને 5700 બેઠકો થઈ છે. રાજયમાં તબીબી શિક્ષણના વ્યાપ વધારો કુલ 31 મેડિકલ કોલેજ કાર્યરત છે જેમાં 5700 એમ.બી.બી.એસ.ની અને ર000 પી.જી.ની સીટો ઉપલબ્ધ છે. આ ઉપરાંત નવી 8 મેડિકલ કોલેજો કાર્યરત કરાશે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીનો (SSIP 2.0) અસરકારક અમલ
ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીનો (SSIP 2.0) અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સ્પર્ધાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યની ઓછામાં ઓછી 1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને 10,000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા માટે જાગૃત કરાયા. વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 11,000 પ્રૂફ-ઓફ-ક્ધસેપ્ટ્સને સહાય પૂરી પાડવામાં આવી છે.રાજ્યની યુનિવર્સિટીઓને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઇનોવેશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે રૂ. 5 કરોડ સુધીની સહાય પૂરીપ પાડવામાં આવે છે. ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ માટે ઈંઙ ફાઇલિંગ સપોર્ટ માટે રૂ. 75,000 સુધી અને અન્ય દેશોમાં ફાઇલ કરવા માટે રૂ. 1.5 લાખ સુધીની સહાય અપાય છે.
સેક્ટર સ્પેસિફિક ઈન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટી
શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપના કરાવી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી (GSFU)ની સ્થાપના પણ તેમના સમયમાં જ થઈ હતી. યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM અમદાવાદ) ને ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) સંસ્થા અગાઉ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) તરીકે ઓળખાતી હતી. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીને ભારત સરકાર દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત કાયદા ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ આપતી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), ભારતની અગ્રણી અને પ્રથમ ડિઝાઇન સંસ્થાને સંસદના અધિનિયમ દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા જાહેર કરવામાં આવી છે. આજથી ર0 વર્ષ પહેલાં રાજ્યમાં માત્ર ર1 યુનિવર્સિટી હતી જે આજે વધીને 103 જેટલી થઈ છે.