રાજ્યમાં 2475 અમૃત સરોવરની સામે 2612નું નિર્માણ કરી દેવાયું : અમૃત સરોવરનું પાણી હવે ખરા અર્થમાં અમૃત બનશે

વડાપ્રધાને નરેન્દ્ર મોદી હાંકલને ગુજરાતે વધાવી લીધી છે. અમૃત સરોવરનું 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયું છે. રાજ્યમાં 2475 અમૃત સરોવરની સામે 2612નું નિર્માણ કરી દેવાયું છે. જેને પગલે  અમૃત સરોવરનું પાણી હવે ખરા અર્થમાં અમૃત બનશે.

આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે રાજયના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતા ગુજરાત સરકારે તમામ જિલ્લામાં અમૃત સરોવર બનાવવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીના ભાગરૂપે ગુજરાતમાં 10 હજાર કયુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતાવાળા 2475 સરોવર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. અત્યાર સુધીમાં આ લક્ષ્યાંક ઉપરાંત 2612 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. તેમાં લગભગ 10 હજાર ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે.

તાજેતરમાં, 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી દરમિયાન, રાજ્યભરના 1,597 અમૃત સરોવર ખાતે 65,000 થી વધુ લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો.  1લી જુલાઈના રોજ અનેક અમૃત સરોવર ખાતે આરોગ્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  અમૃત સરોવરના ફાયદાઓ પર પ્રકાશ પાડવા માટે જિલ્લા વહીવટીતંત્રે સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો સાથે વાતચીત કરી છે.

દરેક જિલ્લામાં 1 એકરના 75 તળાવ બનાવાયા

વડાપ્રધાન મોદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022ની તેમની મન કી બાતમાં જળ સંરક્ષણ પહેલના ભાગરૂપે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવા હાકલ કરી હતી. જેને પગલે દરેક જિલ્લામાં 1 એકરના વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 75 સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સરોવરમાંથી નીકળેલી માટીનો હાઇવે નિર્માણમાં સદુપયોગ

અમૃત સરોવરમાંથી નીકળતી માટીનો નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અ્ને મિનિસ્ટ્રી ઓફ રોડ અને ટ્રાન્સપોર્ટ-હાઇવે દ્વારા સુરેન્દ્રનગર,રાજકોટ ડબલિંગ પ્રોજેકટ અને અમદાવાદ-મહેસાણા ટ્રેક ડેવલપમેન્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે, એનએચ-27,દિલ્હી વડોદરા એકસપ્રેસ હાઇવે(એનએચ148એન), એનએચ-8ઇ જેવા તેમના પ્રોજેકટસમાં અમૃત સરોવરની માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો પણ તેમની જમીનની ફળદ્રુપતા વધારવા માટે આ માટીનો ઉપયોગ કરે છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોને અપાયું પ્રાધાન્ય

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોમાં આવેલા અમૃત સરોવરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય સેનાની અથવા તેમના પરિવાર દ્વારા 665 અમૃત સરોવરમાં લીમડો, પીપળ, વડ વગેરે વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.