જો માંગશો જ નહીં તો મોસાળે ર્માં કેવી રીતે પીરસશે?
એક તરફ ચૂંટણીનું વર્ષ હોવાથી અઢળક ખર્ચ થશે, સરકારને યોજનાના બજેટ ઘટાડવા પડે કે દેવું વધારવું પડે તેવી નોબત
અબતક, રાજકોટ
બાળક પુખ્ત થઈ જાય, પછી કમાવવા લાગે અને માતા પિતા પાસેથી પૈસા માંગતો બંધ થઈ જાય. આવો જ ઘાટ ક્યાંક ગુજરાત સરકારે ઘડ્યો છે. ગુજરાત સરકારે પોતાના હક્કની આવક એવી જીએસટી વળતર કેન્દ્ર પાસેથી માંગતું નથી. ત્યારે પ્રશ્ન એ સર્જાયો છે કે શું ગુજરાત એટલું બધું સધ્ધર થઈ ગયું છે કે વધારાની આવકની જરૂર રહી નથી.
ગુજરાતને ૠજઝ વળતર તરીકે કેન્દ્ર પાસેથી વાર્ષિક રૂ. 20,000 કરોડ મળે છે અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરની વેટમાંથી તેની આવક વાર્ષિક રૂ. 25,000 કરોડની આસપાસ છે. જ્યારે આ બાબતે ગુજરાત સરકારના મંતવ્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું: “રાજ્ય સરકારનું માનવું છે કે ભારત સરકાર ગુજરાત અને અન્ય તમામ રાજ્યો માટે શક્ય તેટલો શ્રેષ્ઠ નિર્ણય લેશે.” તેમણે કહ્યું “ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે, અમે તે મુજબ કાર્ય કરીશું.”
વિકાસથી વાકેફ અગ્રણી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના નાણા વિભાગે 2022-23ના બજેટ માટે આયોજન શરૂ કર્યું છે, એમ ધારીને કે ૠજઝ વળતર 30 જૂનથી બંધ કરવામાં આવશે. જો રાજ્ય સરકારને આ બે સ્ત્રોતો જીએસટી વળતર અને વેટમાંથી નાણાં ન મળે તો બજેટના કદમાં ભારે ઘટાડો કરવો પડી શકે છે અથવા દેવું વધારવું પડી શકે છે,” એક સૂત્રએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે જો પેટ્રોલિયમ પેદાશોને ૠજઝના દાયરામાં લાવવામાં આવે તો પેટ્રોલિયમ પેદાશો પરના ૠજઝની આવક રાજ્યને પેટ્રોલિયમ ઉત્પાદનો પરના વેટમાંથી મળેલી આવકના અડધા ભાગ સાથે પણ મેળ ખાશે નહીં. અત્યારે આ મુદ્દાઓ પર ગંભીર ચિંતા છે. ચૂંટણીના વર્ષમાં ચાલી રહેલી યોજનાઓના બજેટમાં ઘટાડો કરવાનું સરકારને પોસાય તેમ નથી. સરકાર માટે આ મુશ્કેલ પગલું છે.
સરકારને જીએસટી વળતર પેટે વાર્ષિક રૂ.20 હજાર કરોડ મળે છે.
ગુજરાતને જીએસટી વળતર તરીકે કેન્દ્ર પાસેથી વાર્ષિક રૂ. 20,000 કરોડ મળે છે અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરની વેટમાંથી તેની આવક વાર્ષિક રૂ. 25,000 કરોડની આસપાસ છે. જીએસટી વળતરની રકમ સરકારને જે મળે છે. તેનાથી અઢળક વિકાસ કામો થઈ શકે છે. સરકારનું ભારણ પણ ઘટી શકે છે. આવા સમયે વળતરની માંગ ન કરવી એ નિષ્ણાંતોના મતે યોગ્ય નથી.