મુખ્યમંત્રી માતૃશકિત યોજના, મિશન ઈન્દ્રધનુષ સહિતની અનેક યોજનાઓથી મહિલાઓનો વિકાસ
અબતક,રાજકોટ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વાસ્થ્ય, શિક્ષાઅને સુરક્ષા એમ ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે
મહિલાઓના સશક્તિકરણ માટે ગુજરાત સરકારે જેન્ડર બજેટ તૈયાર કરી 891જેટલી મહિલા લક્ષી યોજનાઆ કાર્યાન્વિત કરી છે, કુલ 178 જેટલી યોજનાઓ માત્રને માત્ર મહિલા લક્ષી અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓના અમલ માટે કુલ રૂપિયા 89,337.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- આજે રાજ્યમાં 52 ટકા મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.
- 11.66 લાખથી વધુ ગંગાસ્વરૂપા મહિલાઓને આર્થિક સહાય
- 9 લાખ જેટલા વૃદ્ધ નાગરિકોને પેન્શન
- 1 લાખ3 0 હજાર દિવ્યાંગોને આર્થિક સહાય
- આંગણવાડીની સંખ્યા 6000 થી વધીને 53000 થઈ
- દર વર્ષે 32લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકો તેમ જ કિશોરીઓને ટેક-હોમ રાશન દ્વારા પૂરક પોષણ
રાજ્યમાં 18 હજાર 500 જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે, જેમાંથી 5 હજાર 634 મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ છે. ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં કુલ 36 લાખ જેટલા સભાસદો છે, જેમાં 11 લાખ 60 હજાર મહિલા સભાસદો છે. આમ મહિલાઓનું ગ્રામિણ અર્થતંત્રમાં મોટુ યોગદાન છે.
ગામડાઓમાં પાણી સમિતિમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
વનમંડળીઓમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.
પોલીસમાં 33 ટકા મહિલા અનામત
મિશન મંગલમ હેઠળ રાજ્યમાં 1.50 લાખથી વધુ સખી મંડળો કાર્યરત છે. જેમને રાજ્ય સરકાર રીવોલ્વીંગ ફંડ આપે છે અને વિવિધ મેળાઓ દ્વારા તેમના ઉત્પાદનો માટે માર્કટ પૂરૂ પાડે છે.
રાજ્યમાં મહિલાના નામે મિલકતની નોંધણી થાય તો તેમાં લેવાતી ફી માં માફી અપાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ મહિલાઓને પ્રાધાન્ય અપાય છે.
સુક્ધયા સમૃદ્ધિ યોજના – સ્ત્રી સંતાનના માતા કે પિતા તેના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરી શકે તે માટે આ મહત્વાકાંક્ષી યોજના અમલી બનાવાઈ છે. ગુજરાતમાં1,18,972 સુક્ધયા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં અંદાજીત 5 કરોડ 55 લાખ રૂપીયા જમા કરવામાં આવ્યા છે.
મહિલાઓનું માતૃત્વ સુખમય બની રહે તે માટે દેશની મહિલાઓ માટે 6મહિનાની પગાર સાથેની મેટરનીટી લીવને મંજૂરી આપવામાં આવી છે. જેનો લાભ રાજ્યની થઈ રહ્યો છે
મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના
- રાજ્યની ગર્ભવતી અને ધાત્રી માતાઓને 1હજાર દિવસ સુધી વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્ય તેલ દર મહિને આપવામાં આવી રહ્યું છે.
- આ યોજના માટે રાજ્ય સરકાર વર્ષે 800 કરોડરૂ પિયાની ફાળવણી કરી છે.
- હાલમાં જ વડોદરાથી ગુજરાત ગૌરવ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના ભવિષ્યને સ્વસ્થ અને સક્ષમ
બનાવવા માટે આ યોજના ગુજરાતના ભવિષ્ય માટે પાયારૂપ બની રહેવાની છે.
મિશન ઇન્દ્રધનુષ
- ગર્ભવતી મહિલા અને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં તેને રસીઓ આપીને સુરક્ષિત કરવાના લક્ષ્ય સાથે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
- અત્યાર સુધી મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત કુલ 11 ફેઝનું સફળ આયોજન કરવામાં આવ્ય ુંછે.
- રાજ્યના કુલ 8,80,804 બાળકો અને 2,05,859 સગર્ભા સ્ત્રીઓને 1,94,003 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે.
- મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા રાજયમાં તમામ જિલ્લા અને શહેરોના કુલ 480 પોલી સસ્ટેશનમાં 585 શી-ટીમ કાર્યરત છે, જેમાં 3087 પોલીસ કર્મચારીઅને અધિકારીઓ કાર્યરત છે.
- માતા બહેન દીકરીઓ માટે તો ખાસ 1091 મહિલા હેલ્પલાઇન, 181 અભયમ્ હેલ્પલાઇન, ગરીમા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. દીકરીઓને સુરક્ષા સેતુ હેઠળ સ્વબચાવની તાલીમ પણ અપાય છે.