‘અન્ન ભેગા તેના મન ભેગા’ તે ન્યાયે મધ્યાહ્ન ભોજનથી ફેલાતી સામાજીક સમરસતાને ધ્યાને લઈ આ યોજનાને હાઈસ્કુલ કક્ષાએ લઈ જવાની સરકારની વિચારણા
ગુજરાત સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાને વ્યાપ વધારીને હાઈસ્કુલ કક્ષાએ લઈ જવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અનેક પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા અંગે વિચારી રહી છે. રાજય સરકારે આ નિર્ણય ‘સેપ્ટ યુનિવર્સિટી’ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલના આધારે કર્યો છે. આ અહેવાલમાં એવો દાવો કરાયો છે કે મધ્યાહન ભોજન યોજનામાં તમામ જ્ઞાતિ, જાતી ધર્મના બાળકો એક સાથે બેસીને જમતા હોય સામાજીક સમરસતા ફેલાઈ છે. જેથી આ યોજનાનો વ્યાપ વધારવા ભલામણ કરી હતી.
વિધાનસભાના આ સત્રમાં મધ્યાહન ભોજન અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પુછાયેલા પ્રશ્નમાં સામાજીક વ્યાપ અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર દ્વારા લેખીત જવાબમાં ૨૦૧૩માં ૧૫૦૦ ગામડાઓમાં કરવામાં આવેલા સવર્વે આધારીત જવાબની વિગતો આપવામાં આવી હતી જેમાં સર્વે આધારીત જણાવાયું છે. કે પ્રાથમિક ધોરણે મધ્યાહન ભોજન યોજના અત્યાર ચાલુ છે. આ યોજનામાં તમામ વર્ગનાં બાળકો એક સાથે બેસીને જમતા હોવાથી સામાજીક સમરસ્તા અને એકૈયના ભાવ ઉજાગર થતા હોવાથી આ યોજનાનો લાભ અને વ્યાપ પ્રાથમિક વિભાગથી લઈ હાઈસ્કુલો અને ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી લઈ જવાનું સરકાર વિચારી રહી છે.
આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાઓથી સમાજના વિવિધ જુથો વચ્ચે પરસ્પર લાગણીના સંબંધો અને આત્મીયતાના તાંતણે બંધાય છે. આ અહેવાલમાં શિક્ષણનું સ્તર સુધારવા ભલશમણ પણ કરવામાં આવી છે.
આ અહેવાલમાં આ બાબત પણ નોંધવામાં આવી છે કે શિક્ષણ વિભાગ ઘણા શિક્ષકો પોતાનું કામ સારી રીતે કરી શકતા નથી તેમના પર બિન શૈક્ષણીક કામો થોપવામાં આવે છે. શિક્ષકો પર અન્ય બીજા કામો થોપી દેવામાં આવતા હોવાથી શિક્ષકો સારી રીતે ભણાવી શક્તા નથી. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનાં વિવિધ વર્ગની જ્ઞાતીઓને સાથે રહેવા માટે મદદરૂપ બને છે. આ સર્વેમાં ગરીબો માટેની આવાસ યોજનાને પ્રોત્સાહન આપી સામુહિક સભ્ય સંસ્કૃતીના વિકાસની હિમાયત કરવામાં આવી છે.
હાઊસીંગ બોર્ડની ઉભી થયેલી વસાહતોમાં અલગ અલગ ધર્મ જ્ઞાતીમાંથી આવલે પરિવારો એક સાથે રહે છે. અને આવી યોજનાઓ લોકો વચ્ચે સામાજીક સેતુનું કામ કરે છે. મંત્રી પરમારે લેખીત પ્રત્યુતરમાં જણાવાયું છે કે સરકારી સામાજીક સમરસતાના ભાવોનો વિસ્તૃત કરવાની યોજનાઓ ઉજાગર કરે છે. આવી યોજનાઓથી સામાજીક વિભાગ અલગ અલગ જ્ઞાતીના ભૂલકાઓ દરરોજ એક સાથે બેસીને જમે છે. તેથી અન્ન ભેગા એના મન ભેગાનો ભાવ બાળકોની બાળપણના સંસ્કારોથી વિકસીત થાય છે. અને અલગ અલગ સમાજોમાં પ્રવર્તતી જુદાઈની ખાઈ બુરાય જાય છે.