મુખ્યમંત્રીના હસ્તે ૨૦ ઉધોગકારો તા સેવાક્ષેત્રે સમર્પિત નારને સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ અર્પણ : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તા મ્યુ. કમિશનર બંછાનીધી પાનીને વિશિષ્ટ એવોર્ડ એનાયત
ગુજરાત દેશની આર્થિક રાજધાની બને તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે અને ગુજરાતના સાહસિક ઉધોગકારો માટે તમામ માળખાકિય સુવિધા પુરી પાડવા માટે કટીબધ્ધ છે તેમ રાજયના મુખ્યમંત્રી વિજભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ વિતરણ સમારોહમાં જણાવ્યુ હતું.
સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ મેળવનાર તમામને રાજય સરકાર વતી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ઉધોગ સાહસિકો તેમની કોઠાસુજ ધગશ અને મહેનતના બળબુતા પર આગળ આવેલ છે અને આજે સૌરાષ્ટ્રને ઉધોગક્ષેત્રે અગ્રિમ હરોળમાં મુકેલ છે. જેમકે રાજકોટનો લધુ ઉધોગ, મોરબીનો સિરામિક, જામનગરનો બ્રાસ પાર્ટ, ભાવનરનો શીપ બ્રેકિંગ ઉધોગ આજે ઝડપભેર વિકાસ પામી રહયો છે.
આ તકે મુખ્યમંત્રીએ મોરબી સીરામીક ઉધોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આપણો આ ઉધોગ આજે ચીનને પડકાર આપી રહયો છે.
સૌરાષ્ટ્ર આજે શિક્ષણ સાથેસાથે મેડીકલનું પણ હબ બની રહયું છે અને આપણા યુવાનોને આ ક્ષેત્રે વધુમાં વધુ તક મળે તે માટે રાજય સરકાર સતત સક્રિય છે અને દુનિયાની સો સ્પર્ધા કરવા આપણા યુવાનો વધારે સક્ષમ બને તે માટે સ્ટાર્ટ અપ, સ્કિલ ઇન્ડીયા જેવી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. રાજય સરકાર વાયબ્રન્ટ ગુજરાત જેવી સમિટના આયોજન દ્વારા સમગ્ર વિશ્વને ઔધોગિક રોકાણ માટે આકર્ષીત કરવામાં સફળ રહી છે. જેની નોંધ આજે વિશ્વ લઇ રહી છે. રાજય સરકાર આગામી દિવસોમાં ગુજરાતના સમગ્ર સાગર કાંઠાના વિસ્તારમાં ઔધોગિક વિકાસની નવી ક્ષિતીજો વિસ્તારી સ્ળ પર જ ઉત્પાદન કરી નિકાસની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે.
સૌરાષ્ટ્રના એવા ઉધોગકારો કે જેઓએ તેમની દુરદર્શિતા, કુનેહ અને કોઠા સુઝ વડે પોતાના વ્યાપારની વૃધ્ધી સો સૌરાષ્ટ્રના વ્યાપારને નવી દિશા આપી મહત્તમ ઉંચાઇ પર લઇ ગયા છે તેઓને સન્માનિત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં હજી સૌરાષ્ટ્રમાં ધંધા રોજગારનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.ઔધોગિક અને સેવા ક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર ૨૦(વીસ) સાહસિક ઉધોગકારોને સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી અને મહાનુભાવોને હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉધોગકાર સર્વ હિતેષભાઇ જોષી, પ્રજ્ઞેશ શેઠ, મોહિત શેઠ, કેતનભાઇ મારવાડી, કનુભાઇ વિરાણી, આશોકભાઇ ઝીંઝુવાડીયા, અંકીતભાઇ ઝીંઝુવાડીયા, સચિન પટેલ, પરેભાઇ ભાલોડીયા, આશિષભાઇ પોપટ, મહેશભાઇ મુંગપરા, પીન્ટુભાઇ પટેલ, જેન્તીભાઇ ચંદ્રા, જયસુખભાઇ પટેલ, જિતેન્દ્રભાઇ અઘારા, પરાક્રમસિંહ જાડેજા, સ્નેહલ ગોહેલ, દર્શનભાઇ દાસાણી વગેરેનો સમાવેશ થાય છે.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે રાજકોટ નાગરિક સહકારી બેન્કના પૂર્વચરમેન જયોતિન્દ્ર મહેતાને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ હતો તેમજ યુવા સાહસિક ઉધોગકારનો એવોર્ડ મયુરધ્વજસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવેલ હતો. આ તકે જયોતિન્દ્ર મહેતાએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર સમાજના મધ્યમ વર્ગના લોકોના ઉતન માટેનું ખુબજ શ્રેષ્ઠ ક્ષેત્ર છે.
સામાજિક જાગૃતી અને પરિવર્તનના પ્રયાસો માટે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીને વિશિષ્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સમારંભમાં મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર રત્ન કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમારોહના પ્રારંભમાં ત્યાગવલ્લભ સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, નીતીનભાઇ ભારધ્વાજ,કલેકટર વિક્રાંત પાંડે, કિશોરસિંહ ઝાલા, નિમિષભાઇ ગણાત્રા, સંદીપભાઇ પટેલ, મૌલેશભાઇ પટેલ, વિશાલ પાંડે વગેરે મહાનુભાવો, ઉધોગકારો ઉપસ્તિ રહયા હતા. સ્વાગત પ્રવચન દિલિપસિંહ રાણાએ કર્યું હતું.