વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં ચુંટણી બજેટ સામે ખર્ચમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો

ગુજરાત સરકારે વિધાનસભાની ચુંટણી માટે રૂ.૩૨૦.૧૬ કરોડના ભંડોળની જોગવાઈ કરી છે. જયારે તેની સામે વર્ષ ૨૦૧૨માં રૂ.૧૨૯ કરોડનું બજેટ ફાળવ્યું હતું. વર્ષ ૨૦૧૭-૧૮ના રૂ.૩૨૦ કરોડના બજેટમાં લશ્કર અને તેના સાજસરંજામ સહિતના ચુંટણીના અન્ય ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચાનો સમાવેશ થયો નથી.

વર્ષ ૨૦૧૨માં ચુંટણી માટે ફાળવવામાં આવેલા રૂ.૧૨૯ કરોડના બજેટની સામે ખર્ચ રૂ.૧૫૦ કરોડ જેટલો થયો હતો. આમ, ચુંટણી માટે કરેલા ભંડોળની જોગવાઈ કરતા ખર્ચ વધ ગયો હતો. વર્ષ ૨૦૦૭માં રાજય સરકારે વિધાનસભાની ચુંટણી માટે રૂ.૧૦૩ કરોડનું ફંડ ફાળવ્યું હતું. જયારે ખર્ચની વાત કરીએ તો વર્ષ ૨૦૧૨ સુધીમાં ખર્ચમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૦૭માં રૂ.૧૦૩ કરોડનું ભંડોળ ખર્ચ થયું હતું. જયારે આ આંકડા વર્ષ ૨૦૧૨માં ૧૫૦ કરોડે પહોંચ્યા હતા.

ધી ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ) ભંડોળના ૫૦ ટકા ખર્ચ મતદારોના ચુંટણીકાર્ડ કાઢી આપવા, ફોટો ઈલેકટ્રીકલ તૈયાર કરવા વગેરેમાં ફાળવે છે. જયારે બાકીના ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર કરે છે. હાલ, વિધાનસભાની ચુંટણી માટે ફાળવેલા રૂ.૩૨૦ કરોડના બજેટમાંથી મોટાભાગનો હિસ્સો સરકારી એજન્સીઓમાંથી સ્ટાફની નિમણુક કરવી, મતદાન માટે ઈલેકટ્રોનીક મશીનો તેમજ અન્ય મશીનરી પર ખર્ચ કરવામાં આવશે. અલગ-અલગ સરકારી એજન્સીઓમાંથી લગભગ ૧.૧૦ લાખ એમ્પ્લોઈની નિમણુક કરાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.