નાન્યતર જ્ઞાતિના સશક્તિકરણ અને સામાજીક ન્યાય માટે રાજય સંચાલીત વેલફેર કમિટી વિવિધ યોજનાઓથી વિકાસની રાહ કંડારશે

સમાજથી વિપરીત છતાં સમાજનો એવો હિસ્સો જેની અવગણના ન કરી શકાય તેવી નાન્યતર જાતીના વિકાસ માટે ગુજરાત સરકારે સથવારો આપવાનો નિર્ણય લીધો છે. સરકારની નવી પહેલના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રચના કરવામાં આવી છે. સામાજીક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા સામાજીક સુરક્ષા અને જ્ઞાતિઓને ન્યાય મળી રહે તે માટે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રચના કરાઈ હોવાનું ગુજરાત સરકારના એક અધિકારીએ ઔપચારીક રીતે જાહેર કર્યું હતું.

૨૦૧૪માં જયારે ટ્રાન્સજેન્ડરોને ત્રીજા જેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી હતી. ઘણી વખત ટ્રાન્સજેન્ડરોની સાથે દૂરવ્યવહાર અને સમાજ તેને અલગ નજરેથી જુએ છે. જો કે કેટલાક અંશમાં કલમ ૩૭૭ના ઐતિહાસિક નિર્ણય બાદ સમાજની દ્રષ્ટી બદલાય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં સરકારે કલમ ૩૭૭માંથી સમલૈંગીક, બાયસેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડરો, ગે, લેસબીયનને મુકત કરતા સમગ્ર સમાજમાં રંગીન મેઘધનુષો છવાયા હતા. ત્યારે ગુજરાત સરકારે પણ ટ્રાન્સજેન્ડરોને પુરતો ન્યાય મળી રહે તે માટે વેલફેર કમીટીની રચના કરી છે. આ કમીટીમાં ૧૬ સભ્યો કાર્યરત રહેશે જે જ્ઞાતીના કોઈપણ પ્રશ્નો હોય તેનો નિવેડો લાવશે. આ કમીટીમાં બે ટ્રાન્સજેન્ડર મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર પુરુષો તો બે સભ્યો એનજીઓનું પ્રતિનિધિત્વ કરશે અને બાકીના તમામ મેમ્બર સરકારી અધિકારી રહેશે.રાજય સંચાલીત એજન્સી ટ્રાન્સજેન્ડરોના વિકાસના રથને આગળ વધારશે. આ વેલફેર બોર્ડ કોમ્યુનિટી માટે ખાસ યોજનાઓ અને સ્પેશીયલ સ્કીમની પણ મંજૂરી આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.