ચીનમાં હવે કોરોના બાદ બાળકોમાં આવેલી રહસ્યમય બીમારીએ વિશ્વ આખાને સતર્ક કરી દીધું છે. ચીનની આ બીમારી અન્ય દેશોમાં ન ફેલાય તે માટે સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતે પણ આદેશ આપ્યા છે. ત્યારે ચીનમાં બાળકોમાં જોવા મળેલ શ્વાસની બિમારીને લઈને ગુજરાત સરકાર પણ સતર્ક બની છે.

નવી બીમારીથી રાજ્યમાં હાલ કોઈ જોખમ નહિ, છતાં સાવચેતીના ભાગરૂપે તમામ હોસ્પિટલોમાં જરુરી બેડ, દવાઓ અને અન્ય સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા અપાઈ સુચના

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સુચના બાદ ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારે કહ્યું કે, હાલ દેશમા આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ગુજરાતની હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, એચ આર, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. પીએસએ અને ઓક્સિજન પ્લાન્ટટ કાર્યરત છે કે કેમ તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. તેમજ ફાયર સેફ્ટી અને ઈન્સ્ટ્રુમેન્ટ સેફ્ટી ઓડિટ કરવા તેમજ વેંટીલેટર, પીપીઈ કીટ વગેરે ઉપલબ્ધ રાખવા સુચના અપાઈ છે.

ગુજરાત સરકાર દ્વારા તમામ આરોગ્ય તબીબી સેવાઓને જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, કોવિડ-૧૯ની વૈશ્વિક બીમારીએ જ્યારે સમગ્ર વિશ્વ પર ભરડો લીધેલ તે દરમ્યાન તમારા દ્વારા કોવિડ-૧૯ જેવી મહામારીને અટકાવવા તેમજ નિયંત્રણમાં લેવા સારૂ રાત દિવસ અથાગ પ્રયત્નો અને સૌનાં સહિયારા સાથ થકી કોવિડ-૧૯ ના રોગચાળાને માત આપવામાં આપણે સૌ સફળ રહ્યા છીએ. હાલ તાજેતરના અઠવાડિયામાં ચીનમાં બાળકોમાં શ્વસનની બિમારી જેમ કે ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, એસએઆરએસ- સીઓવી -2 વગેરે જોવા મળે છે. જેને ધ્યાને રાખી રોગચાળાના કેસોમાં વધારો ન થાય તે માટેના તથા દર્દીઓને સમયસરની સારવાર મળી રહે તે માટે ભારત સરકારનાં આરોગ્ય વિભાગ તરફથી યોગ્ય પગલા લેવા જણાવવામાં આવે છે.

જ્યારે ઉપલબ્ધ માહિતી સૂચવે છે કે ભારતમાં અલાર્મનું કોઈ કારણ નથી, તેમ છતાં રાજ્યમાં જાહેર આરોગ્ય અને હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવાની તક હોય આ માટે જરૂરી એચઆર, હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ, સાધન સામગ્રી અને આરોગ્ય સુવિધાઓમાં ચેપ નિયંત્રણ (ટેસ્ટીંગ) પદ્ધતિઓની ઉપલબ્ધતાની ખાતરી કરવી જરૂરી છે.

તબીબી કેન્દ્રોને માટે આટલી સૂચના જાહેર

  • તમામ વસ્તુઓને અપડેટ કરવી તથા ફંકશનીંગ ક૨વી
  • પીએસએ પ્લાન્ટ, લીક્વીડ ઓક્સીજન પ્લાન્ટ, ઓટુ કોન્સનટ્રેટર તાત્કાલીક કાર્યરત કરવા
  • ફાયર સેફટી, ઇન્સ્ટ્રુમેન્ટ સેફટી ઓડીટ ક૨વામાં આવે
  • ખાનગી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં સુવિધાઓ સુનિશ્ચિત કરવી
  • એક્ટિવ/પેસિવ સર્વેલન્સ દ્રારા એસએઆરઆઈ/ આઈએલઆઈનાં કેસોનું સધન સર્વેલન્સ કરાવવું તેમજ તમામ કેસોનું દૈનિક મોનીટરીંગ અને સુપરવિઝન સાથે  એન્ટ્રી કરવાની રહેશે
  • તબીબી અધિકારી, ફીઝીશ્યન, એનેસ્થેટીસ્ટ માઈકોબાયોલોજીસ્ટ, લેબ.ટેક., સ્ટાફ નર્સ તથા અન્ય પેરામેડીકલ સ્ટાફને સેન્સેટાઈઝ કરવા
  • હોસ્પિટલ કક્ષાએ વેન્ટીલેટર, પી.પી.ઈ. કીટ એન્ટીવાયરલ દવાઓ વગેરે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા, જરૂર જણાયે આઈશોલેસન વોર્ડ શરુ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.