ગુજરાત રાજય શિક્ષણ અને નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટેના “મેગા પ્લેસમેન્ટ કેમ્પ”નો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી આર.સી.ફળદુ
મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં એન્જીન્યરીંગ, કોમર્સ, આર્ટસ, શિક્ષણ, કાયદાશાસ્ત્ર વગેરેને લગતા કુલ ૧૦૫ એકમો વિદ્યાર્થીઓને પ્રતિ માસ ૮ હજાર થી ૨૫ હજારના પેકેજમાં નોકરીની ઓફરો
ગુજરાત રાજય શિક્ષણ અને નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે તા. ૨૮ જાન્યુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં કુલ ૨૩ અલગ-અલગ સ્થળોએ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. આ માટેના ૫ ઝોન પૈકી, ઝોન ૫ના નોડ ૪ મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સરકારી પોલીટેકનીક જામનગર ખાતે ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ કોલેજના ફાયનલ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “મેગા પ્લેસમેન્ટ કેમ્પ ૨૦૧૯”નું આયોજન શહેરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલ હતી.
ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર કાર્યશીલ છે તેમ જણાવતા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું કે, હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિવિધ કંપનીઓને ગુજરાતમાં વ્યવસાય માટે આવકારીને તેના માધ્યમથી ગુજરાતના યુવાધનને રોજગારી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેના પ્રયાશો હાથ ધર્યા હતા. જેના ભાગરૂપે આજે આ મેગા પ્લેસમેન્ટનું આયોજન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબરીમાં સતત આ પ્રકારના રોજગારલક્ષી કાર્યક્રમો ગુજરાતમાં થઇ રહ્યાં છે અને તેમના મીઠા ફળો ગુજરાતના યુવાધનને મળી રહ્યાં છે.
“ઉર હે મે અદી આગ લગી પંથ સ્વયંમ આયેગા” ગીતની પંકતિયોનું ઉદાહરણ આપતા ઉપસ્થિત વિદ્યાર્થીઓને મંત્રીએ પૂરૂસાર્થ ક્યારેય ન છોડવો જોઇએ અને સંધર્ષમય જીવન જ ધ્યેય પ્રાપ્તિ કરાવે છે તેવી શીખ આપતા આ મેગા પ્લેસમેન્ટમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ તથા નોકરીદાતાઓને અભિનંદન પાઠ્વ્યા હતા.
વિવિધ એકમોના પ્લેસમેન્ટ માટેના ઇન્ટરવ્યુ સરકારી પોલીટેકનીક જામનગર ખાતે તા. ૦૮ અને ૦૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ યોજાનાર છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા બન્ને જીલ્લાની કોમર્સ, સાયન્સ, ડિપ્લોમા એન્જીન્યરીંગ, આર્ટસ, બી.એડ. અને લો કોલેજો મળીને કુલ ૧૭ સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજો ભાગ લઇ રહી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયાના સમયગાળામાં કુલ ૧૨૮૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ અને ૧૦૫ એકમોની ૬૪૯ જેટલી જ્ગ્યાઓ માટે આ કેમ્પમાં ઇન્ટરવ્યું માટે હાજર રહેનાર છે.
સરકારી તેમજ અનુદાનિત કોલેજના ફાયનલ વર્ષમાં અભ્યાસ કરતા અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ ઇચ્છુક ઉમેદવારો પણ કેમ્પ ખાતે સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી ઇન્ટરવ્યુ આપી શકશે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં એન્જીન્યરીંગ, કોમર્સ, આર્ટસ, શિક્ષણ, કાયદાશાસ્ત્ર વગેરેને લગતા કુલ ૧૦૫ એકમો વિદ્યાર્થીઓને પ્રતિ માસ ૮ હજાર થી ૨૫ હજારના પેકેજમાં નોકરીની ઓફરો આપનાર છે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પથી વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષ દરમિયાન જ નોકરી મળી રહે છે જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય અને તેઓ પગભર બને તેવો અભિગમ રાજય સરકારનો રહેલો છે.
આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ૧૮ વિદ્યાર્થીઓને મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નોકરીના ઓર્ડરો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ટેકનીકલ એજ્યુકેશના જોઇન્ટ ડાયરેકટર પંચાલ દ્વારા અને આભાર વિધી પોલીટેકનીક કોલેજના આચાર્ય ઝાલાએ કરી હતી.
આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, નોડલ ઓફિસર વાઢેર, વિવિધ કંપનીઓના પ્રતિનિધીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.