ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: બનાવવામાં આવી નવી માર્ગદર્શિકા
તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા PMJAY યોજનાની નવી SOP જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યની તમામ હોસ્પિટલોને લઇ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી
- PMJAY યોજનામાં સારવાર પદ્ધતિની નવી SOP
- ચીરંજનજીવી અને બાલસખા જેવી યોજનાના લાભ
- 2024માં 10 થી વધુ હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે
- મહત્વની 4 પ્રકારની સારવાર માટે નવી SOP
- ફૂલટાઈમ સર્જન સાથે કામ કરતી હોસ્પિટલને મંજુરી
- ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ અપલોડ કરવું ફરજીયાત
- સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ વધુ કરગર થશે
- રાજ્ય સરકારે PMJAY યોજનાની નવી SOP જાહેર
- ફુલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે
- સર્જન ફુલટાઈમ કામ કરતા સેન્ટરોને માન્યતા
- ઈમરજન્સીના કેસોમાં CD-વીડિયોગ્રાફી
- ઈમરજન્સીના કેસોમાં વીડિયોગ્રાફી કરવાની રહેશે
ગાંધીનગર: ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકારે અનેક કડક પગલાં લીધા છે. PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ રાજ્ય સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગં જણાવ્યુ છે કે, આ યોજનામાં 900થી વધારે ખાનગી અને 1500થી વધારે સરકારી હોસ્પિટલોનો સમાવેશ થયો છે. આ યોજનાનો ઉઠેલી ફરિયાદોના કારણે 2024થી અત્યાર સુધીમાં આપણે 10થી વધારે હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અને દંડની કાર્યવાહી કરી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી હતી. જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવા, હોસ્પિટલોએ એન્જીયોગ્રાફીની વીડિયોગ્રાફીની સીડીઓ પ્રિઓથના સમયે અપડલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ ICP માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
કાર્ડિયોલોજીની સેવાઓ
ટેકનિકલ બાબતોને ધ્યાને લઇને સ્પેશ્યાલીટીમાં સુધારા કરવા જરૂરી જણાય છે, જે ધ્યાને લઇને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારા જાહેર કરીએ છીએ.
દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે.
ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
કેન્સર સારવાર
નિષ્ણાંત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.
દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.
કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
TKR/THR (Total Knee replacement/Total Hip replacement)
આ યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)”નાં ઓછામાં ઓછા 30% ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલા છે.
જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.
હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થોપ્લાસ્ટી (TKR/THR) સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂ. 3.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.
નોંધનીય છે કે, PMJAY યોજના હેઠળ ગરીબો માટે મફત સારવારની વ્યવસ્થા છે, પરંતુ કેટલાક ખાનગી દવાખાના દ્વારા આ યોજનાનો ગેરવપરાશ થતો હોવાનું ખુલ્યું છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં જરૂરી ન હોય તેટલી એન્જીઓપ્લાસ્ટી કરાવવાનો ખુલાસો થયો હતો, જેમાં દર્દીઓને હેલ્થ કેમ્પના બહાને આકર્ષવામાં આવ્યા હતા અને છૂટી સારવાર આપીને નાણાંનો દુરૂપયોગ થયો હતો. બીજી બાજુ આવી હોસ્પિટલો અનકે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે.