- PMJAY યોજનામાંથી ખ્યાતિ સહીત 7 હોસ્પિટલોની કરાઇ બાદબાકી
- અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ ની 1-1 તથા ગીર સોમનાથની હોસ્પિટલ સસ્પેન્ડ
- સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ કરવામાં આવ્યા સસ્પેન્ડ
- ડો પ્રશાંત વઝીરાણી ને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર માં થી સસ્પેન્ડ
- ચાર ડોક્ટરો ને સ્પેશિયાલિસ્ટ તરીકે કરવામાં આવ્યા સસ્પેન્ડ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈ બીમારી ન હોવા છતા ખોટી રિપોર્ટ આપવા અને તેમનું ખોટી રીતે ઓપરેશન કરવાનો મામલો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલે ખોટી રીતે દર્દીઓની એંજિયોપ્લાસ્ટી કરી દીધી, જ્યારે તમને તેની જરૂરીયાત પણ ન હતી.
આ ખુલાસો થયા હાદ હંગામો મચી ગયો છે કે સરકારી સહાયતા મેળવવા માટે ડોક્ટરો, ખાસ કરીને પ્રતિષ્ઠિત હોસ્પિટલો દ્વારા આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. હવે આ મુદ્દે રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની એક એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ: હોસ્પિટલ સાથે જ અહીં કામ કરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા: કોમર્શિયલ કે ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે પણ સરકાર નવી એસઓપી બનાવશે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ પીએમજેએવાય યોજના હોસ્પિટલ્સ દ્વારા આચરવામાં આનવી છેતરપિંડી સામે આવી છે. હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી પીએમજેએવાય યોજનામાં અપલોડ કરતી હતા અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હતી. જો કે ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે તપાસ કરીને પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલ તો સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની એક એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત આ સાથે જ ડો. પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે.સાથે જ અહીં કામ કરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં મોટા કાંડ કરનારા ડો પ્રશાંત વઝીરાણીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચાર ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ પીએમજેએવાય યોજનામાં ખાનગી હોસ્પિટલો કઈ રીતે દર્દી અને સરકાર સાથે ’રમત’ રમી રહી છે એ પણ બહાર આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ફરી ન બને એ માટે સરકારે મેડિકલ કેમ્પને લઈ એસઓપી બનાવવાનો નિર્ણય કર્યો છે. પીએમજેએવાય યોજના અંતર્ગત હવે જો કોઈ હોસ્પિટલ મેડિકલ કેમ્પ કરશે તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. સરકાર દ્વારા મેડિકલ કેમ્પ અંતર્ગત એસઓપી બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ કે ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે પણ સરકાર નવી એસઓપી બનાવશે.
સસ્પેન્ડ કરાયેલ હોસ્પિટલો
- જીવન જ્યોતિ આરોગ્ય સેવા સંઘ- ગીર સોમનાથ
- નરીત્વ ટર્નિગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા. લી-અમદાવાદ
- શિવ હોસ્પિટલ -અમદાવાદ
- નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ-રાજકોટ
- ખ્યાતિ હોસ્પિટલ-અમદાવાદ
- સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ -સુરત
- સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ -વડોદરા