- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો 78મો સ્થાપના દિવસ ઉજવાયો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો ડિફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે.
ભારતીય માનક બ્યુરો – બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 78માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે શાળાના બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સાહિત કરતી ગુજરાતી કોમિક બુકનું વિમોચન તથા ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ની ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓનું ટ્રોફી અર્પણ કરીને સન્માન પણ કર્યું હતું.
વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં દેશમાં ક્વોલિટી અને સસ્ટેઈનેબલિટીને જે મહત્વ અપાયું છે તેના પરિણામે ઇન્ડિયન પ્રોડક્ટસની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડની અગાઉ જે ઇમેજ હતી તેમાં 360 ડિગ્રી બદલાવ આવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, એક વ્યક્તિથી દેશ, દેશના ઉત્પાદનો, સેવાઓની ગુણવત્તા બધામાં કેટલો મોટો ક્વોલિટેટીવ બદલાવ આવી શકે તે વડાપ્રધાનએ દુનિયાને બતાવ્યું છે.
વડાપ્રધાનના દિશાદર્શનમાં 2016 માં જે નવા બીઆઇએ અધિનિયમો લાગુ કરવામાં આવ્યા તેના પરિણામે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશને વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકોની માંગ અને અપેક્ષા બેય વધ્યા છે અને ક્વોલિટી પ્રોડક્ટ સાથે ગુજરાતે પબ્લિક ડિલિવરી સિસ્ટમ પણ ગુણવત્તા યુક્ત અને ઝડપી બનાવી છે.
મુખ્યમંત્રી કાર્યાલયે આ પરંપરાને હાલ પણ આગળ ધપાવતા 2024 થી 2026 ના સમયગાળા માટે ઈંજઘ 9001-2015 સર્ટીફીકેશન ક્વોલિટી પબ્લિક ડિલિવરી સિસ્ટમ માટે મેળવ્યું છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા અને માનકને મહત્તા આપતાં પ્રોક્યોરમેન્ટ પોલિસી 2024માં પણ બીઆઇએ સર્ટિફિકેશન ધરાવતી પ્રોડક્ટસ વસ્તુઓની ખરીદીને પ્રેફરન્સ આપવામાં આવે છે.
ભારતીય માનક બ્યુરો અમદાવાદના ડાયરેક્ટર સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં આ કોન્કલેવના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે બીઆઇએઅને ગુજરાત સરકારે સાથે મળીને રાજ્યમાં ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ માટે જે વિવિધ પહેલો કરી છે તેની વિગતો આપી હતી.
સમગ્ર દેશમાં 10 હજાર સ્ટાન્ડર્ડ ક્લબ્સ ઉભી કરવામાં આવી છે તેમાંથી 1200 ક્લબ ગુજરાતમાં કાર્યરત છે. આવી ક્લબનો ઉદેશ્ય માનક અને ગુણવત્તા વિશે વિદ્યર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે. લાયસન્સના 12 ટકા ગુજરાતમાં અપાય છે તેની પણ વિગતો સુમિત સેંગરે આપી હતી. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ભારતીય માનક બ્યુરો પોતાની ભૂમિકાનું નિર્વહન હિત ધારકો સાથે મળીને કરવા પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
આ કોન્કલેવમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉદ્યોગકારો ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.