- CNGમાં 2.60, PNGમાં 3.91 રૂપિયાનો વધારો: CNGમાં અદાણી અને ગુજરાત ગેસના ભાવ એક સમાન થયા
- ગુજરાત ગેસના CNGના નવા ભાવ પ્રતિકિલો 79.56થી વધીને 82.16 રૂપિયા થઇ ગયા, જ્યારે PNGમાં 3.91નો ભાવ વધારો કરતા 44.14થી વધુને 48.50 પૈસા થયા
પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે. અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજી ગેસના ભાવમાં બે રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં ત્રણ રૂપિયા 91 પૈસા વધાર્યા છે. આમ ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લીમીટેડે સીએનજી ગેસના ભાવમાં 2.60નો ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ.82.16ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે પીએનજી ગેસના ભાવ રૂ.48.50 થયા છે.
ઉલ્લેખનીય છે કે મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાત ગેસે સીએનજીમાં પ્રતિકિલો બે રૂપિયાને 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે પીએનજીમાં ત્રણ રૂપિયાને 91 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાના કારણે હવે ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ સીએનજી પૂરતા સરખા થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગત માસના પ્રથમ સપ્તાહ દરમિયાન અદાણી જૂથ દ્વારા સીએનજીની કિંમતમાં તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એકસાથે 5 રૂપિયાનો વધારો થયો હતો. આ સાથે જ રાજ્યમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે.
મહત્વનું છે કે રાજ્યમાં સીએનજીનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસના જૂના ભાવ 79.56 હતા. જે વધીને 82.16 રૂપિયા પ્રતિકિલો થયા જ્યારે પીએનજીમાં જૂના ભાવ 44.14 હતા જે વધીને 48.50 રૂપિયા થઇ ગયા છે.
ગુજરાત ગેસના સીએનજીના નવા ભાવ 82.16 રૂપિયા થયા છે. જ્યારે પીએનજીમાં ત્રણ રૂપિયા અને 91 પૈસાનો ભાવ વધારો કરતા 44.14થી વધીને 48.50 થઇ ગયા છે. આજ સુધી સીએનજી વાહન ચાલકો ગુજરાત ગેસનો સસ્તો સીએનજી પૂરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બંને કંપનીના ભાવ એક સરખા થઇ જતા વાહન ચાલકોને કોઇ લાભ મળશે નહિં.
અદાણી અને ગુજરાત ગેસના સીએનજીના ભાવ એક સરખા થતા વાહન ચાલકોને કોઇ લાભ મળશે નહીં
મોંઘવારીએ જાણે માઝા મૂકી હોય તેમ હવે એક બાદ એક તમામ વસ્તુમાં ભાવ વધારો ઝીંકાઇ રહ્યો છે ત્યારે હવે અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં બે રૂપિયાને 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે પીએનજીના ભાવ ત્રણ રૂપિયા અને 91 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાના કારણે હવે ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ CNG પૂરતા સરખા થઇ ગયા છે, જેને લઇ વાહન ચાલકોને કોઇ લાભ મળશે નહી.