હવે 20 જુલાઇથી પ્રો કબડ્ડી લીગની 7 સિઝન શરૂ થઇ રહી છે. ત્યારે આ લીગમાં ગુજરાતની પોતાની ટીમ ગુજરાત ફોરચ્યુન જાયન્ટ ટીમ શાનદાર છેલ્લી બે સિઝનથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે સોમવારે અમદાવાદમાં ગુજરાતની ટીમે એક સમારંભમાં કોચ, ખેલાડીઓએ ફોરચ્યુન જાયન્ટસ ટીમની નવી જર્સી લોન્ચ કરી હતી. આ નવી જર્સી લોન્ચ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અભિનેતા મલ્ગાર ઠાકર અને અભિનેત્રી આરોહી પટેલ હાજર રહ્યા હતા.
ટીમની નવી પ્રચાર ઝુંબેશ “ઈસ બાર છોડના નહી” છેલ્લી બે સિઝનમાં છેક સુધી રોમાંચક દેખાવ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ આગામી સિઝનમાં ટીમ જે પ્રકારે ઉમદા પ્રદર્શન કરવા માટે સજ્જ બની છે તે અંગેનો ઈરાદો વ્યક્ત કરે છે. આ પ્રસંગે નવી પ્રચાર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર પાંચ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા છતાં પ્રો કબડ્ડી લીગ દેશમાં ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટીંગ લીગ તરીકે ઉભરી આવી છે. 12 ટીમની લીગ કબડ્ડીના ચાહકોના દિલમાં રેઈડ કરવા તૈયારી કરી રહી છે.
ગુજરાત પોતાની પહેલી મેચ બેંગ્લોર બુલ્સ સામે રમશે
પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની શરૂઆત 20મી જુલાઈના રોજ થશે. ત્યારે સુકાની સુનિલ કુમારની આગેવાની હેઠળની ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ પોતાની પહેલી મેચ બેંગલુરુ બુલ્સ સાથે રમશે. ગુજરાતની પોતાની ટીમના હોમ લેગનો પ્રારંભ તા. 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે થશે. એ પછી ત્યાં તા. 11,14 અને 16ના રોજ વિવિધ મેચ રમાશે. છેલ્લી બે સિઝનની ફાયનલ મેચમાં થોડાક પોઈન્ટસથી ચૂકી જનાર જીએફજીની ટીમ લીગની ત્રીજી એડિશનમાં અને એકંદરે સાતમી એડીશનમાં હિસાબ ચૂક્તે કરવા તૈયારી કરી રહી છે. આ હેતુથી ટીમમાં યુવાન તથા અનુભવી ખેલાડીઓનો સમન્વય કરવમાં આવ્યો છે.