ટ્રાફિક સમસ્યા હલ કરી અકસ્માતો ઘટાડવા કાયદો લાવનાર કેરળ બાદ દેશનું બીજુ રાજ્ય બન્યું

ગુજરાતમાં ગત વર્ષમાં ૧૬,૫૦૩ અકસ્માતોમાં ૭૪૨૮ લોકોએ જીવ ગુમાવ્યા!!

માર્ગ અકસ્માતના વધતા જતા કેસોએ એક ગંભીર મુદો બન્યો છે. દર વર્ષે લાખો લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. જે ટ્રાફીક નિયમો, રોડ બનાવટની કામગીરી સહિત સરકાર પર ઘણા પ્રશ્ર્નો ઉભા કરાવે છે. ગુજરામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા સરકારે રોડ સેફટી ઓથોરીટીની રચના કરી છે. આ માટેના બીલ આશરે ત્રણ વર્ષ બાદ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એકટ ૨૦૧૮ને વિધાનસભાએ બહાલી આપી દીધી છે. આમ કરનારૂ કેરળ બાદ ગુજરાત દેશનું બીજુ રાજય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા અડધોઅડધ ઘટાડવા મોદી સરકારે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. જેને પરીપૂર્ણ કરવા ગુજરાત સરકારે વધુ એક મહત્વનું પગલુ ભર્યંુ છે. આ અંગે જાણકારી આપતા એકઝીકયુટીવ કમીટીના સભ્ય અને નિવૃત આઈએએસ અધિકારી એલ.પી. પાડલીયાએ જણાવ્યું કે, આ ઓથોરીટીની મદદથી સરકાર સાથેના વિવિધ વિભાગો સાથે સેતુ બંધાશે. રોડ સેફટી ઓથોરીટીએ ‘ફોર ઈ’નો લક્ષ્યાંક સેવ્યો છે.તે પણ ભાર આપશે જેમાં એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, એજયુકેશન, એન્વાયરોનમેન્ટ એન્ડ ઈમરજન્સી સર્વીસનો સમાવેશ છે. રોડ વાહન વ્યવહાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત વર્ષે ૨૦૧૯માં ગુજરાતમાં ૧૬૫૦૩ અકસ્માત નોંધાયા હતા જેમાં ૭૪૨૮ લોકોએ જીવ ગુમાવ્યા તો ૧૫૯૭૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.