કેશીયરે વિશ્ર્વાસધાત કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ પિતા અને ભાઇના ખાતામાં રકમ જમાં કરાવી કરી છેતરપિંડી
જામનગરમાં ગુજરાત ફર્ટીલાઇઝર ડીલર્સ એસોસીએશનના બેંક એકાઉન્ટમાથી કેશીયરે રૂ ૨.૭૯ કરોડની છેતરપીડી કરી ઉચાપત કરતા જામનગર બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.
બનાવ અંગેની વિગત મુજબ જામનગરમાં આઇ.ટી.આઇ. પાછળ આવેલી રધુવીર સોસાયટીમાં રહેતા જામનગરમાં લીમડા લાઇન ઇશાવાસ્થ ૨૦૧માં ગુજરાત ફર્ટીલાઇઝર ડીલર્સ એસોસીએશનમાં જુલાઇ ૨૦૧૯ થી પ્રમુખ તરીકે સેવા આપતા કાન્તીલાલ ગોરધનદાસ ગલાણી (ઉ.વ.૬ર) નામના વેપારીએ જામનગર બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે જામનગરના હંસબાઇ મસ્જીદની પાસે પંચેશ્ર્વર ટાવરમાં રહેતો અને ગુજરાત ફર્ટીલાઇઝર ડીલર્સ એસોસછએશનની ઓફીસમાં કેશીયર તરીકે નોકરી કરતો ગૌરવ ગીરીશ મહેતા તથા તેના પિતા ગીરીશકુમાર અભેચંદ મહેતા અને પંજાબ બેંકની સામે માંગલીક સ્ટોસ પાસે રહેતો મહેશ શાંતિલાલ મહેતા ના નામ આપ્યા છે.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગૌરવ મહેતા ઓફીસમાં કેશીયર તરીકે કામ કરતો હોય છેલ્લે ઓકટોબર ૨૦૧૯માં દિવાળીની રજામાં બહાર ગયેલા હોય અને રજામાંથી પરત નહી આવતા અને તેનો મોબાઇલ ફોનથી સંપર્ક કરતા તેના ફોન બંધ આવતો હતો તે દરમ્યાન જી.એસ.એફસ.સ. કંપની માંથી પેમેન્ટ અધુરુ હોવા અંગે રીમાન્ડર આવતા એસોસીએશનના પ્રમુખ સહીતના હોદેદારોને શંકા જતાં તેઓએ બંકમાં તપાસ કરતાં કેશીયર ગૌરવ મહેતાએ પોતાના અંગત લાભ માટે રૂ ર,૭૯,૦૦,૦૦૦ ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ આ રકમ તેના પિતા ગીરીશભાઇના અને તેના સંબંધી મહેશ શાંતિલાલ મહેતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉચાપટ કરી છેતરપીંડી અને વિશ્ર્વાસધાત કરી નાખી જતાં ફરીયાદ નોંધાઇ છે બનાવતા પગલા પીઅઆઇ જે.વી.રાઠોડએ પ્રાથમીક તપાસ હાથ ધરી છે.