10મીથી 12મી જાન્યુઆરી-2024 સુધી રાજ્યમાં ત્રિ-દિવસિય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે તેના પ્રમોશન માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય ડેલિગેશન એક સપ્તાહ માટે જાપાન-સિંગાપોરના પ્રવાસે છે. તેમણે જાપાનમાં તેમનો પાંચ દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને હવે, તેઓ શુક્રવારથી સિંગાપોરના પ્રવાસ પહોંચ્યા છે. અહીં તેમણે, સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ગેન કિમ યોંગ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી, સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ પ્રસુન મુખર્જી અને ડેલીગેશનો સાથે બેઠક યોજી હતી.
સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ગેન કિમ યોંગ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી, સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ પ્રસુન મુખર્જી અને ડેલીગેશનો સાથે બેઠક યોજી
મુખ્યમંત્રીએ સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર-વાણીજય અને રોકાણો અંગે ચર્ચા કરીને સિંગાપોરના ઉદ્યોગ-વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું
મુખ્યમંત્રીએ સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર-વણજ અને રોકાણો અંગે ચર્ચા કરીને સિંગાપોરના ઉદ્યોગ-વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, સેમિક્ધડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે.
દરમિયાનમાં સિગાપોરના ઉધોગ મંત્રી ગેન કીમે જણાવ્યું હતું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે. સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રુટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે. તેમણે ગુજરાત ડેલીગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.સિંગાપોરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકો યોજીમુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સિંગાપોર બિઝનેસ ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બેઠક યોજી હતી.