વીજળીની માંગ વધતા ટેન્ડર પ્રક્રિયાી ખરીદી કરવાનો વિદ્યુત બોર્ડનો નિર્ણય
વીજ ઉત્પાદકો પાસેી ટેન્ડર મંગાવાયા
વીજળીની માંગ વધવાની સો યુનિટના ભાવ વધતા જાય છે ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા આગામી ૧૧ મહિનામાં યુનિટ દીઠ રૂ.૩.૦૧ના દરે ખાનગી વીજ કંપનીઓ પાસેી ૧ હજાર મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર મંગાવાયા છે.
ગુજરાત ઉર્જા વિકાસ બોર્ડ ટૂંકાગાળા માટે વીજળી ખરીદવા કેન્દ્ર સરકારની યોજના મુજબ કામ કરશે. આ યોજના હેઠળ કંપનીઓને સરકાર તરફી કોલસો અપાશે અને કંપનીઓ ઓછા કોલસામાં વધુ વીજળીનું ઉત્પાદન કરી શકે તે મુજબ કામ કરશે. જે કંપનીઓએ સરકાર પાસેી કોલસાના માઈનીંગનો કરાર મેળવ્યો હશે તે કંપનીઓ અન્ય વીજ કંપનીઓને વીજ માટે કોલસો ફાળવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, કંપનીઓને કોલસો મધ્યપ્રદેશના કોરીયા રેવા કોલફિલ્ડ તેમજ છત્તીસગઢના કોરબા કોલ્ડફીલ્ડમાંથી આપવામાં આવશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા યુનિટ દીઠ રૂ.૩.૦૧ના દરે વીજળી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બીડ માટેની છેલ્લી તારીખ ૨૨ જૂન રાખવામાં આવી છે.
હાલ અદાણી પાવર અને એસ્સાર પાવર દ્વારા અપાતી ૪ હજાર મેગાવોટ વીજળી ન મળતી હોવાી બહારી વીજળી ખરીદવાની જરીયાત ઉભી ઈ છે. પુરતા પ્રમાણમાં ગેસ અને પાણી ન હોવાના કારણે અદાણી પાવર અને એસ્સાર પાવર વીજળી આપી શકતી ન હોવાની દલીલ કરવામાં આવી છે. હાલ દેશમાં ઈન્ડિયન એનર્જી એકસ્ચેન્જ અનુસાર યુનિટના સરેરાશ ભાવ રૂ.૬ રાખવામાં આવ્યા છે. જયારે ગુજરાત ઉર્જા વિકાસ લીમીટેડ દ્વારા ગત સપ્તાહે ચાર કરોડ યુનિટ વીજળી રૂ.૬.૧૪ના દરે ખરીદવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com