• ત્રિ-દિવસીય પરિસંવાદમાં વિઘ્વાનો અને શિક્ષણવિદ્દે આપશે પ્રવચન

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક અવૈધિક શિક્ષણ સંસ્થા જે શાળા શિક્ષણ અને સમગ્ર શિક્ષણ માટે કાર્યરત છે. તેના અનેક પ્રકલ્પો ના ભાગરૂપે દર વર્ષે બે શિક્ષણ પરિસંવાદો એટલે કે શિક્ષણ સંગોષ્ઠિઓ નું આયોજન થતું હોય છે. આ પ્રકારની સંગોષ્ઠીઓ ના કુલ પાંચ મણકાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયાં છે.અને હવે છઠ્ઠી સંગોષ્ઠિ આગામી તારીખ 14, 15,16 નવેમ્બરના રોજ જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે.

સંસ્થાના સંયોજક તખુભાઈ સાંડસુર તથા સાથીઓ શ્યામજીભાઈ દેસાઈ, ડો. મહેશભાઈ ઠાકર, જીતુભાઈ જોશી આ આયોજનની વિગતો આપતા જણાવે છે કે આવતીકાલથી બપોરે 2:30 કલાકે ઉદ્ઘાટન બેઠક થશે.આ બેઠકમાં  જવાહરભાઈ ચાવડા માજી મંત્રી  ડો. ચેતનભાઈ ત્રિવેદી કુલપતિ   નરસિંહ મહેતા યુનિવર્સિટી, પૂ.સંત  શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ, ડો. હસમુખભાઈ પટેલ સંચાલક, અનિલભાઈ કાવાણી વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે.બીજી બેઠકમાં સંત સાહિત્યના વિદ્વાન ડો. નિરંજન રાજ્યગુરુ” સંત સાહિત્ય અને શિક્ષણ”ના વિષય પર વ્યાખ્યાન આપશે. રાત્રી બેઠકમાં જાણીતા લોકસાહિત્યકાર  લાખણશીભાઈ ગઢવી લોકવાર્તા અને લોકસાહિત્યના ઐતિહાસિક મૂલ્યને પ્રસ્થાપિત કરશે. તા.15મીની પ્રથમ બેઠકમાં ડો. સેફાલીકા અવસ્થિ ’ઈતિહાસ અને સંસ્કૃતિમાં સંગ્રહાલયમાં ભૂમિકા’ એ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરશે. બપોર પછીની બેઠકમાં જાણીતા ઈતિહાસવિદ્ ડો. પ્રદ્યુમન ખાચર જૂનાગઢના સ્વાતંત્ર્ય ઇતિહાસની તવારિખ રજૂ કરશે.સમાપન બેઠકના મહેમાનો ડો.પ્રિયવદન કોરાટ અને  નિલેશભાઈ સોનારા શિક્ષણ બોર્ડ સભ્ય વિશેષ ઉપસ્થિત રહેશે.સંસ્થાનો એક પ્રકલ્પ જાહેર પરિક્ષાના સ્ટ્રેસ મુક્તિનો પણ ચાલે છે તે માટે પણ પ્રવક્તાઓને તજજ્ઞો તાલીમબદ્ધ કરશે.જેમા ડો.ધર્મેન્દ્ર કનાલા ડો, જીતુભાઈ ખુમાણ, એલ.વી જોશી માર્ગદર્શન આપશે.આ સંસ્થા શિક્ષણના પાયાના ક્ષેત્રમાં પણ વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે. આ દિવસોના કાર્યક્રમ દરમિયાન સંગોષ્ઠિના સાધકો નકલંગધામ તોરણીયા તથા જૂનાગઢના ઐતિહાસિક મ્યુઝિયમની પણ મુલાકાત લેશે. ત્રીજા દિવસ ગિરનાર અને જૂનાગઢ દર્શનનો રાખવામાં આવ્યો છે.

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અનિલભાઈ કાવાણી ડો. હસમુખભાઈ કોરાટ ડો. ભાવનાબેન ઠુંમર વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.વધુ વિગત માટે મો. નં. 94275 60366 પર સંપર્ક કરવા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.