જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું
ભારતમાં GST(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ હવે ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપ્યું છે.શિક્ષણ વિભાગે GST વિષયને અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે. GSTને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,GSTને અભ્યાસક્રમમાં દાખલ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ 11 અને 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે