- કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી
- શિયાળામાં ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો
- સવારે 10:05 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો
- પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તાર પાસે નોંધાયો 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 18 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયો
- છેલ્લાં કેટલાક સમયથી ભચાઉ પાસેની વાગડ ફોલ્ટલાઈન થઈ છે સક્રિય
- અવારનવાર આ ફોલ્ટલાઈન પર નોંધાઈ રહ્યાં છે ભૂકંપના આંચકા
ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી.
ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.
જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે
આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે. 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ISR અનુસાર, 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.