૧૩૦૦ કરોડના ‘કોફેપાસા’ના રાજુ ઉર્ફે પ્રમોદગીરી ગોસ્વામી સહિતના તહોમતદારો ‘બાઇજ્જત બરી’
ગુજરાત કસ્ટમ દ્વારા ૧૩૦૦ કરોડ રૂપિયાનાં ગોલ્ડ સ્મગર્લીંગ કેસમાં પકડવામાં આવેલા તમામ તહોમતદારોને બાઈજ્જત બરી કરવામાં આવ્યા છે. આ તકે એ વાતની પણ ખરાઈ થઈ છે કે, ઈલીગલ એકટીવીટી તથા દાણચોરી કરતા નેકસર્સ સાથે કસ્ટમ દ્વારા પકડવામાં આવેલા ગુનેગારોનો કોઈ જ સીધો કે આડો સંબંધ નથી. ગુરૂવારનાં રોજ ૧૩૦૦ કરોડ ગોલ્ડ સ્મગર્લીંગ કેસમાં ફસાયેલા જીતેન્દ્ર રોકડને ગુજરાત હાઈકોર્ટે બાઈજ્જત બરી કર્યા છે અને જણાવ્યું છે કે, કસ્ટમ અને સેન્ટ્રલ વિભાગ દ્વારા કોઈ યોગ્ય પુરાવાઓ કે માહિતી આપવામાં આવી નથી અને કસ્ટમ વિભાગ પાસે એવા એક પણ આધાર પુરાવાઓ નથી જેનાથી આરોપીઓ પર આરોપ મુકી શકાય.
કોફેપાસા હેઠળ જે આરોપીઓનો સમાવેશ કસ્ટમ વિભાગે કર્યો હતો તેમાં પ્રમોદગીરી ગોસ્વામી ઉર્ફે રાજુ મેહુલ ભીમાણી, જીતેન્દ્ર રોકડનું નામ સામે આવ્યું હતું. ક્રમશ: આ તમામ લોકોએ સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં તેમનાં ઉપર લગાવવામાં આવેલા આરોપને ફટકારતી અરજી કરી હતી. ૪૨૪૨ કિલો સોનાના સ્મગર્લીંગ રેકોર્ડ વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૯ વચ્ચે થયો હોવાનું સામે આવ્યું હતું અને એમાના વધુ એક આરોપી ઋતુજ્ઞા ત્રિવેદીને ૧૮૫ કિલો સોનુ સ્મગલ કરવા માટે ૫૨.૩૫ કરોડ રૂપિયા પણ આપ્યા હતા. તમામ આરોપીઓ તેમની વિરુઘ્ધ લગાવામાં આવેલા ચાર્જને નકારી કાઢી પ્રમોદગીરી ગોસ્વામીએ ૨૭ જાન્યુઆરીનાં રોજ તેમના વિરુઘ્ધ લગાવવામાં આવેલા આરોપને સુપ્રીમ કોર્ટે નકારી કાઢયો હતો જયારે મેહુલ ભીમાણી વિરુઘ્ધ લગાવવામાં આવેલા આરોપને દિલ્હી હાઈકોર્ટે ૨૫ ફેબ્રુઆરીનાં રોજ ફગાવ્યો હતો જેમાં જીતેન્દ્ર રોકડને પણ કોર્ટે બાઈજ્જત બરી કર્યા હોવાનું સામે આવ્યું છે.
જસ્ટીસ એસ.એચ.વોરાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૧૪ અને જુલાઈ-૨૦૧૫માં સ્મગર્લીંગનાં કેસો નોંધાયા હતા તેમાં કોઈપણ નેકસેસ કે પછી કોઈપણ પ્રકારની લીગ ગેરકાનુની કામમાં જોવા મળી નથી. કસ્ટમ તથા સેન્ટ્રલ વિભાગ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં કોઈ આરોપ કે ફરિયાદ આ તહોમતદારો વિરુઘ્ધ નોંધાઈ ન હોવાથી જાણે ગુજરાત કસ્ટમને મોટો ફટકો પડયો હોય તેવું લાગી રહ્યું છે.