સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકામાં સૌ પ્રથમવાર ગુજરાત ક્રીકેટ લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. દસાડા તેમજ આસપાસના વિસ્તારના તમામ લોકોને એકતા અને વ્યાયામનો મહાકુંભ એટલે ગુજરાત ક્રીકેટ લીગ દસાડા ર૦૧૮ નો શુભારંભ તા.ર૧ ડીસેમ્બર શુક્રવાર સાંજે ૭ વાગ્યે કરવામાં આવ્યો હતો. ગુજરાત ક્રીકેટ લીગના મેનેજમેન્ટ ટીમમાં ફાઉન્ડર તરીકે મોહમદખાન ટાંક (બાપુ), ઇવેન્ટ હેડ તરીકે મુસ્તાક દીવાન, ઇવેન્ટ મેનેજર તરીકે ફકરૂદીન ચીસ્તી તથા ઇવેન્ટ પી.આર.ઓ. તરીકે ઇકબાલ સીદીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. આ કાર્યક્રમ મુસ્તાક ખાનજી મલીક સ્ટેડીયમ માંડલ દસાડા રોડ, રણ રાઇડર્સ રીસોટ પાસે, દસાડા જી. સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વિશેષ અતિથિમાં નૌશાદભાઇ સોલંકી (ધારાસભ્ય શ્રી દસાડા), લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય શ્રી વિરમગામ), તેમજ ગુલાબસિંહ રાજપુત (પ્રમુખ શ્રી પ્રદેશ યુવક કોંગ્રેસ) હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ફીલ્મ પ્રોડયુસર અને ડીરેકટર સુનીલ લાલવાણી, ગુજરાતી હીરોઇન તેમજ મોડેલ્સમાં ગ્રેવા કંસારા, જયોતી શર્મા, રીષીકા મીક્ષા, જીલ જોષી તેમજ કોરીયોગ્રાફર તરીકે વિશાલ રાજવી પણ આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિશ્રીઓ તરીકે મલેકસાબ ટાંક, રહીમખાન ટાંક, મોહમદખાન ચીસ્તી, મુસ્તફાખાન ખોખર, હમીદખાન ખોખર, મયુરહુસેન ચીસ્તી, અલીમીયાંભાઇ કુરેશી, અસ્લમખાનજી મલીક, એહમદઅલી ખાનજી સરકાર, જહાંગીરખાનજી મલીક, મુજાહીદખાનજી મલીક, મારૂફખાનજી મલીક, સીકંદરખાનજી મલીક, મુનીરખાનજી મલીક, પ્રકાશભાઇ સોની, મહાદેવભાઇ પટેલ, તખુભા ઝાલા (ચેરમેનશ્રી બાંધકામ સમીતી), સાહેબખાન મલીક (સરપંચ શ્રી દસાડા), ફારૂકખાનજી મલીક (તા.પં.સદસ્ય શ્રી), રફીકખાનજી મલીક (પુર્વ તા.પ.સ.) હાજર રહયા હતા. ગુજરાત ક્રીકેટ લીગ આશરે ર૬ જાન્યુઆરી ર૦૧૯ સુધી રમાનારી છે. ગુજરાત
ક્રીકેટ લીગ નું આયોજન ગુજરાતમાં પ્રથમવાર જ કરવામાં આવ્યું હતું ત્યારે આવા મોટા પાયે આયોજન કરી એકતા અને વ્યાયામ મહાકુંભ રચી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂં પાડયું હતું. આ આયોજન બદલ તેમજ ભાગ લેતાં દરેક લોકોનો સરફરાજ ખાનજી જફરખાનજી મલીકે ખાસ આભાર વ્યકત કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ