શંકરસિંહ વાઘેલાને ચૂંટણી કેમ્પેઇન સમિતિના વડા અને પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા બનાવાય તેવી સંભાવના

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન, ચૂંટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી અને ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે આજે મહત્વના નિર્ણયો લેવાશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશની કોર કમિટીના સભ્યો આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોની બેઠક માટે દિલ્હી પહોંચી ગયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે સવારે ૧૦ કલાકે આ બેઠક યોજાય તેવી શક્યતા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ સોની બેઠક પૂર્વે નવનિયુક્ત પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સો દિલ્હીમાં બંધબારણે બેઠક યોજી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે. આજે દિલ્હીમાં યોજાનારી બેઠક ગુજરાત કોંગ્રેસ માટે અનેક રીતે મહત્વની બની રહેશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી શુક્રવારે સવારે દિલ્હી જવા રવાના યા હતા જ્યારે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા ગુરુવારે દિલ્હી પહોંચી ગયા હતા. હાઈકમાન્ડે પ્રદેશના નેતાઓ ઉપરાંત પ્રદેશ કોર કમિટીના સભ્યોને પણ દિલ્હી બોલાવ્યા હોવાી રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિર્દ્ધા પટેલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો. તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્યો પરેશ ધાનાણી, ડો. તેજશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદ અને રાજકોટ કોંગ્રેસ પ્રમુખ કુંવરજી બાવળિયા સહિતના સભ્યો પણ દિલ્હી પહોંચી ગયા છે. હાઈકમાન્ડે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આમૂલ પરિવર્તનના સંકેત આપી દીધા હતા અને સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે મહત્વના પદો પર યુવા અને નવા ચહેરાઓને સન આપવામાં આવશે અને વ્યક્તિગત ર્સ્વા માટે પાર્ટીને નુકસાન પહોંચાડનારા લોકોને બહારના રસ્તો દેખાડવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હોવાી રાજ્યના કોંગીજનોમાં બેઠક પહેલાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

કોંગ્રેસના વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવારે પ્રભારી અને પ્રદેશના બે નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં ગુજરાતના મામલે રાહુલ ગાંધી સમક્ષ નારી રજૂઆત-મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાના ટેકેદાર ધારાસભ્યોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ચહેરા તરીકે બાપુને આગળ કરવાની માગણી તત્કાલિન પ્રભારી ગુરુદાસ કામત સમક્ષ કરી હતી અને તેમણે હાઈકમાન્ડ સમક્ષ આ લાગણી પહોંચાડવાની ખાતરી પણ આપી હતી. વાઘેલાની માગણીના ગુજરાત કોંગ્રેસમાં ઘેરા પડઘા પડ્યા હતા અને બીજા જૂ દ્વારા દિલ્હીના નેતાઓ સમક્ષ બાપુની માગણીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મુખ્યપ્રધાનપદની ખેંચતાણ બાદ હાઈકમાન્ડ સોની બેઠકમાં કેવા નિર્ણયો લેવાય તે અંગે અનેક અટકળો વહેતી ઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.