અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, અનંત પટેલ, શૈલેષ પરમાર, પ્રભાત દુધાત, નૌશાદ સોલંકી, રઘુ દેસાઇ, ગેનીબેન ઠુંમર, સી.જે. ચાવડા, ઇન્દ્રવિજય ગોહિલ અને અમરીશ ડેરને નવી જવાબદારી સોંપાય
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે છેલ્લા એક દશકાથી કેન્દ્રમાં સત્તા વિમુખ કોંગ્રેસ દ્વારા ચુંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજસ્થાન ની રપ લોકસભા બેઠક માટે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ઓબ્ઝર્વેરની વરણી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઓબ્ઝર્વેરોએ લોકસભા બેઠકમાં આવતી અલગ અલગ વિધાનસભા બેઠક પર પણ કામગીરી કરવાની રહેશે તાત્કાલીક અસરથી તમામ નેતાને જવાબદારી સંભાળી લેવા તાકીદ કરવામાં આવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે દ્વારા રાજસ્થાનની લોકસભાની રપ બેઠકો માટે ઓબ્ઝર્વેરની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અજમેર બેઠક માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા , અલવર વેજક માટે હિંમતસિંહ પટેલ, બંસવારા બેઠક માટે અનંતભાઇ પટેલ, બારમેર બેઠક માટે બલદેવ ઠાકુર, ભરતપુર બેઠક માટે ગીતાબેન ભુખ્ખલ, બિકાનેર બેઠક માટે શૈલેશભાઇ પરમાર, ભીલવાડા બેઠક માટે નિરજ શર્મા, ચિત્તોરગઢ બેઠક માટે પ્રભાતભાઇ દુધાત, ચુરુ બેઠક માટે રાજપાલ ખારોલા, ડૌસા બેઠક માટે કિશન પટેલ, ગંગાનગર બેઠક માટે નૌશાદ સોલંકી, જયપુર બેઠક માટે મોના તિવારી, જયપુર ગ્રામ્ય બેઠક માટે રાવ ધનસિંહ, જાલોર બેઠક માટે રઘુભાઇ દેસાઇ, ઝાલાવાર બરાણ બેઠક માટે ગેનીબેન ઠુંમ્મર, ઝુનઝુનુ બેઠક માટે અમરિત ઠાકુર, જોધપુર બેઠક માટે સી.જે. ચાવડા, કારૌલી ધોલપુર બેઠક માટે શંકુન્તલા ખટડ, કોટા બેઠક માટે
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, નાગપુર બેઠક માટે અમિત ચિરાજ, પાલી બેઠક માટે અમરિશભાઇ ડેર, રાજસમાંડ બેઠક માટે પ્રભુ ટોલીયા, સિકર બેઠક માટે અમિત મલીક, ટોંન્ક સવાઇ માધોપુર બેઠક માટે મીરઝા જાવેદ અલી અને ઉદયપુર બેઠક માટે કાંતિભાઇ કરાડાની નિયુકિત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં લોકસભાની છેલ્લી બે ચુંંટણીથી કોંગ્રેસને સમ ખાવા પુરતી એકપણ બેઠક મળતી નથી જો કે રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસનું શાસન છે લોકસભાના ઓબ્ઝેવરે વિધાનસભાની બેઠકના નિરીક્ષક તરીકે પણ કામકાજ કરવાનું રહેશે.
શકિતસિંહ ગોહિલને સંસદની જાહેર હિસાબ સમિતિની સબ કમિટીના ક્ધવીનર બનાવાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોટી જવાબદારી સોંપાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલને સંસદની જાહેર હિસાબ સમિતિની સબ કમિટીના ક્ધવીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ માહિતી આજે તેઓએ પોતાના સોશિયલ મીડિયા મારફત જાણ કરી હતી. મોટી જવાબદારી સોંપવામાં આવતા કાર્યકરોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. પ્રદેશ અઘ્યક્ષ પર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.
લોકસભાના સેક્રેટરી ભારતી સંજીવ તુતેજી દ્વારા ગઇકાલે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલની સંસદની જાહેર હિસાબ સમિતિ (પીએસી) સબ કમિટીના (સિવીલ-1) ના ક્ધવીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ મહત્વની જવાબદારી અંગે શકિતસિંહે પોતાના કાર્યકરો અને સમર્થકોને સોશ્યિલ મીડિયાના માઘ્યમથી કરી હતી. તેઓ પર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.