કાલે બપોરે  પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક: સાંજે સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરશે નવનિયુકત પ્રભારી

એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી બાઈક રેલી પૂ.મહાત્મા ગાંધીની પ્રતિમાને પૂષ્પાંજલી  અર્પશે

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી, સંસદ મુકુલ વાસનીક આવતીકાલે  રવિવારના રોજ ગુજરાતની મુલાકાતે  આવી રહ્યા છે. તેઓ કાલે સવારે 11.30 કલાકે અરપોર્ટ પર આગમન થશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓ-આગેવાન દ્વારા  ભવ્ય સ્વાગત કરાશે.

અમદાવાદ અરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી ગુજરાત કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસનાં યુવાનો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાશે. એરપોર્ટથી રેલી સ્વરૂપે સાબરમતી આશ્રમ ખાતે પહોંચી પૂજ્ય મહાત્મા ગાંધીજી પ્રતિમાને પુષ્પાંજલિ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી રેલી સ્વરૂપે સાબરમતી આશ્રમથી  રાજીવ ગાંધી ભવન પહોંચશે  બપોરે 2.30 કલાકે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં હાજરી આપશે વિસ્તૃત કારોબારીમાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો, એઆઈસીસી અને પીસીસી ડેલીગેટ જિલ્લા અને શહેર પ્રમુખઓ ઉપસ્થિત રહેશે. સાંજે 4.30 કલાક થી સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરશે. સાંજે સાત કલાકે  મુકુલ વાસનીકજી દિલ્લી પરત જશે.

દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી   યોજાવાની છે. તેમજ આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે હવે કોંગ્રેસે પૂર જોશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂટણીમાં હાર બાદ ગુજરાતના પ્રભારી તરીકે રધુ શર્માએ રાજીનામું આપ્યું હતુ. થોડા મહીના અગાઉ ગુજરાત કોંગ્રેસ   પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની   નિમણૂક થયા બાદ ગુજરાતનાં કોંગ્રેસની ખાલી પડેલી પ્રભારની જગ્યા પર સાંસદ મુકુલ વાસનિકની   નિમણૂક કરવામાં આવી આવી છે. હવે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિક 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી પોતે વિધવત ચાર્જ સંભાળશે. તેમના કાર્યકમની તડામાર તૈયારી કોગ્રેસે શરૂ કરી દીધી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી મુકુલ વાસનિક 27મી ઓગસ્ટે રવિવારે સવારે 11:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી ગુજરાત કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ ગજઞઈં અને યુથ કોંગ્રેસનાં યુવાનોની મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાઈ તેઓ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા રાજીવ ગાંઘી ભવન પહોંચી વિધીવત રીતે પ્રભારીનો ચાર્જ સંભાળશે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ વિસ્તૃત કારોબારીમાં હાજરી આપી વન ટુ વન બેઠક કરશે અને મોડી સાંજે તેઓ દિલ્લી પરત ફરશે.

27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ  સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. પિતા રાજકારણમાં હોવાથી તેમના પગલે મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા. પિતા બાલકૃષ્ણની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા હતા. તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનારા નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષ 1984થી 1986 સુધી તેઓ એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. તેમજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

મુકુલ વાસનીક સામે મોટો પડકાર રહેશે કારણ કે, ગુજરાતમાં કોંગ્રેસનું  સંગઠન માળખું  નબળુ છે સ્થાનીક સ્વરાજયની  ચૂંટણી બાદ  વિધાનસભાની ચૂંટણીમાં પણ કરૂણ રકાસ થયો છે.લોકસભાની છેલ્લી બેચૂંટણક્ષમાં કોંગ્રેસને  એકપણ બેઠક મળતી નથી હવે નવનિયુકત પ્રભારીએ સૌ પ્રથમ તો   રાજયમા સંગઠન  માળખાને  મજબૂત કરવાનુ રહેશે ત્યારબાદ  લોકસભાની  ચૂંટણી માટે ઉમેદવારો નકકી કરવાની  પ્રક્રિયા   શરૂ કરી દેવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.