ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવેલા હતા અને વલસાડના ધરમપુર પાસે લાલડુંગરી મેદાનમાં તેમની વિશાળ જનસભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમની જાહેરસભા પૂર્ણ થયા બાદ સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેકટ સમા શકિત પ્રોજેકટના પ્રથમ તબકકાનાં ગુજરતા રાજયની તમામ વિધાનસભાઓમાં સૌથી વધુ સભ્યો નોધણી કરાવનાર ૧૦ કોંગ્રેસી નેતાઓ સાથે ખાસ મુલાકાત અને વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ લાલડુંગરી મેદાનમાં સભા સ્થળે જ યોજવામાં આવેલ હતો. ત્યારે રાહુલજી દ્વારા ગોપાલ અનડકટને સર્ટીફીકેટ આપી સન્માન આપવામાં આવેલ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી ગોપાલભાઈ અનડકટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીના ડ્રિમ પ્રોજેકટના પ્રથમ તબકકામાં ૯૯૦૦થી વધુ સક્રિય સભ્યોની નોંધણી કરવામાં આવેલી હતી કે જે સંખ્યા ગુજરાતની તમામ વિધાનસભાઓમાં નોંધાયેલા સભ્યોની સંખ્યામાં પ્રથમ એટલે કે સૌથી વધુ હતી જેના કારણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા દ્વારા સન્માન કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનના નવા માળખામાં સહમંત્રી પદે નિમણુંક પણ કરવામાં આવેલી હતી.