- હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં મેઘ મહેર
- નર્મદા જિલ્લાના સાગબરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
- રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ
Gujrat : ચોમાસાની વિદાઇ થતાં થતાં વરસાદે વધુ એક રાઉન્ડ લીધો છે. વરસાદે ફરી ગુજરાતને ધમરોળ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ અનેક વિસ્તારોમાં ધીમેથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી લઇને બપોર સુધીમાં રાજ્યના 106 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વહેલી સવારથી અનેક પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબરામાં 3.82 ઇંચ પડ્યો છે. તેમજ ચૂડામાં 2.44 ઇંચ, ઉમરપાડામાં 2.09 ઇંચ, ખેડામાં 2 ઇંચ, નડિયાદમાં 1.97 ઇંચ, પારડીમાં 1.85 ઇંચ, વલસાડમાં 1.65 ઇંચ, મહેમદાબાદમાં 1.50 ઇંચ, વઢવાણમાં 1.38 ઇંચ, જસદણમાં 1.26 ઇંચ, રાણપુર અને લીંબડીમાં 1.22 ઇંચ, કુંકાવાવમાં 1.14 ઇંચ, સાયલામાં 1.10 ઇંચ અને બાબરામાં 1.06 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ધોલકામાં અને બાવલામાં 0.91 ઇંચ, ડેડિયાપાડા, ખેરગામ અને 0.87 ઇંચ, ભેંસાણમાં 0.87 ઇંચ, ઉંચ્છલ, નિઝાર અને રાજુલામાં 0.79 ઇંચ, વાસંદામાં 0.71 ઇંચ, ગોંડલમાં 0.67 ઇંચ, ગીર ગઢડામાં 0.59 ઇંચ, ચિખલી અને વિસાવદરમાં 0.55 ઇંચ, કુતિયાણા, ચોટીલા, ઉના તેમજ મહુવામાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે.