લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે કરોડો રૂપિયાના દાન નું ધોધ અવિરત પણે ચાલુ
શ્રધ્ધાળુઓ દ્વારા ૫૦ તોલા સોનું અને કરોડો રૂપિયાનું દાન લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે ૧૬૦૦૦ બહેનોએ સ્તન કેન્સર સ્કેનીંગ કરાવ્યું
મા કુળદેવી ઉમિયા માતાજી ના પ્રાગટ્ય સ્થાન, તીર્થસ્થાનો અને શક્તિ સ્થાન સમાન ઉંઝા ખાતે વિશ્વના સૌથી મોટા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવનો ધામ-ધૂમ પૂર્વક શુભારંભ કર્યો હતો. માં કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન અને લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આયોજકો દ્વારા માઇક્રો પ્લાનિંગ નિહાળી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અત્યંત પ્રભાવિત થયા હતા.
લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બનવા માટે શ્રધ્ધાળુ ભક્તો દ્વારા ૫૦ તોલા સોનાના દાગીના અને કરોડો રૂપિયા મા ઉમિયા ના ચરણોમાં ધરીને ધન્ય ધન્ય બન્યાની અનુભૂતિ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વના ૧૨૬ દેશમાં વસતા પાટીદારો ઉપરાંત તમામ ધર્મ અને સંપ્રદાય ના અનુયાયીઓ દ્વારા દાનનો સતત વિતરણ ધોધ વહી રહ્યો છે.લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના બીજા દિવસે પરમ પૂજ્ય મોરારી બાપુ અને રાજ્ય મહેસુલ મંત્રી કૌશિક પટેલ ઉમા નગર ખાતે પધારશો. લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પ્રથમ દિવસે જ અઢી લાખથી વધારે શ્રદ્ધાળુઓએ શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો.લાખો લોકો” ચા અને નાસ્તો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર ડિટેકશન માટે સાત જેટલા સ્કેનર મુકવામાં આવ્યા છે.તબીબોની ટીમ દ્વારા પ્રથમ દિવસે ૧૬ બહેનોના સ્તન કેન્સર સ્કેનીંગ કરાયા હતા.લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ ના પ્રોજેક્ટ ચેરમેન ભારાસભ્યો બાબુભાઈ જમનાભાઈ પટેલ, પ્રોજેક્ટ મેનેજર આઈએએસ મહેન્દ્રભાઈ પટેલ ,ધારાસભ્ય આશાબેન પટેલ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓએ મા કુળદેવી ઉમિયા માતાજી ના ચરણોમાં શીશ ઝુકાવી અને મહાયજ્ઞ મહોત્સવ ના દર્શન કર્યા હતા. પાટીદારો જ નહીં પણ દરેક સમાજના લોકો,દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો માં કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે ઓસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં આનંદ, મંગલ અને ઉત્સાહ નું અલૌકિક વાતાવરણ સર્જાયું છે.લાખો શ્રધ્ધાળુ દ્વારા મા ઉમિયા માતાજીના ચરણોમાં ૫૦ તોલાથી વધારે સોનું અને કરોડો રૂપિયાનું દાન નો ધોધ વાવ્યા છે,દાનનો અતિરત પ્રવાહ ચાલુ છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભાવિક શ્રદ્ધાળુઓએ મા ઉમિયા ચરણોમાં ૧૧,૧૧,૧૧૧/- રૂપિયાનું દાન કર્યું હતું. લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ ના પ્રથમ દિવસે દસ જેટલા રેકોર્ડ બ્રેક થયા હતા.હજુ પણ બ્રેસ્ટ કેન્સર સ્કેનીંગ અને સોશિયલ મીડિયા દ્વારા કરાયેલી કામગીરી માટે રેકોર્ડ બ્રેક થશે.લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ ધર્મની સાથે કર્મના સિદ્ધાંત ના આધાર પર અત્યંત મહત્વપૂર્ણ લક્ષ એસ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૭૦ થી વધારે કમ્બુમર્સ દ્વારા ભાગ લેવામાં આવે છે. હજુ પણ લક્ષ એસ્પો કમિટી સાથે જ સંપર્ક કરી વધુને વધુ લોકો ભાગ લેવા માટે ઉત્સુક બન્યા છે. લક્ષચંડી મહાયજ્ઞના મહોત્સવના પ્રથમ દિવસે જ ૨.૫૦ લાખ કરતા પણ લોકોએ લક્ષ એસ્પો ની મુલાકાત લીધી હતી.
લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ ના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઊંઝા તરફ વહે રહ્યો છે. ઉંઝા થી મહેસાણા અને ઊંઝા થી પાટણ,પાલનપુર રોડ ઉપર શ્રધ્ધાળુઓ ના વાહનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તમામ શ્રદ્ધાળુઓને શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ માટે અન્નપૂર્ણા કમિટી દ્વારા બીજા દિવસે ત્રણ લાખથી વધુ લોકો માટે ખાસ સગવડ ઉભી કરવામાં આવી છે.લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ ના બીજા દિવસે આશીર્વચન આપવા માટેરાષ્ટ્રીય સંત મોરારીબાપુ તથા લક્ષ એક્સ્પોના આયોજનમાં મહત્વપૂર્ણ સેવા આપતારાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલનું આગમન થશે જેમનું ભવ્ય સ્વાગતકરવામાં આવશે. લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના દર્શન કરવા માટે ઉમટી પડેલલાખો શ્રદ્ધાળુ ની સુરક્ષા સલામતી માટે પોલીસ દ્વારા ચુસ્ત સલામતી વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.