મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં જઇને ભકિતભાવપૂર્વક દર્શન,આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાળી રહેલા પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ મેળવ્યા હતા.