રાજકોટમાં જુની કલેકટર કચેરી ખાતે રૂા.૧૯૨.૯૧ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લા નોંધણી ભવનનું લોકાર્પણ આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતું. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ આધુનિક કચેરીનું નિરિક્ષણ કર્યું હતું.
આ ભવનમાં રાજકોટ શહેરના સબ રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન-૧ (શહેર) તા હેડકવાર્ટર સબ રજીસ્ટ્રાર કચેરી, નોંધણી નિરક્ષકની કચેરી તા લગ્ન નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ કાર્યરત રહેશે.
આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્યો સર્વશ્રી ભાનુબેન બાબરીયા તા ગોવિંદભાઇ પટેલ, અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ટી. પંડયા, અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, નાયબ નોંધણી અધિકારી આર.બી. મછાર, ડે. કલેકટર (સ્ટેમ્પ ડયુટી) કે.એમ. ઝાલા તા નોંધણી નિરિક્ષક આર.પી. અજુડીયા વગેરે ઉપસ્તિ હતા.